સુદર્શન પટનાયક, આંતરરાષ્ટ્રીય રેતી કલાકાર
“પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજીએ જે દેશોની મુલાકાત લીધી છે તેમાં ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપ્યું છે. સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને ભગવાન જગન્નાથના ધામ પુરી ઓડિશાના કલાકાર તરીકે મને ખાતરી છે કે આપણા પ્રધાનમંત્રી સમગ્ર દેશમાં પ્રતિભાશાળી કલાકારોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. તેમના સ્વચ્છ ભારત, બેટી બચાઓ, બેટી પઢાઓ વગેરે જેવા નવીન અને અસરકારક અભિયાનો સામાન્ય નાગરિકના હૃદયને સ્પર્શી ગયા છે. મને મારી રેતીની કળા મારફતે અનેક પ્રસંગે તેમનો સંદેશ ફેલાવવાની તક મળી છે.”