આ બજેટ સંતુલિત અને ભવિષ્યલક્ષી અભિગમ દર્શાવે છે. તે તાત્કાલિક નાણાકીય નિર્ણયોને લાંબા ગાળાના વિકાસ દ્રષ્ટિકોણ સાથે સાંકળે છે, જે વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું સ્થાન મજબૂત બનાવે છે. સૌથી ઉપર તે બજેટ ભાષણના ત્રીજા કર્તવ્ય: "સબકા સાથ, સબકા વિકાસ" ની ભાવના દ્વારા સંચાલિત, હાઈ ગ્રોથ બનાવી રાખવા, તમામ ક્ષેત્રોમાં તકો ઊભી કરવા અને વધુ સમૃદ્ધ અને સમાવિષ્ટ ભવિષ્ય તરફ તેની સફર ચાલુ રાખવાની ભારતની ક્ષમતામાં વિશ્વાસ દર્શાવે છે.