વિકસિત ભારત માટે વચગાળાના બજેટ અંગેની આજની જાહેરાતો 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાની સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. છેલ્લા એક દાયકામાં માળખાગત ભૌતિક, ડિજિટલ અને સામાજિક માળખાગત સુવિધાઓનાં તમામ પાસાંઓમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ આપણું બહુમુખી આર્થિક વ્યવસ્થાપન દર્શાવે છે, જે આક્રમક મૂડીગત ખર્ચ સાથે માળખાગત નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં સર્વસમાવેશક અને લોકો કેન્દ્રિત વિકાસ થાય છે.