હું માનું છું કે નાણાકીય વર્ષ 2024-25ના આ કેન્દ્રીય બજેટ સાથે સરકાર અને માનનીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં હરણફાળ ભરી છે. ₹11.11 ટ્રિલિયનની મૂડીખર્ચની ફાળવણીમાં નોંધપાત્ર વધારો દેશના આંતરમાળખાને મજબૂત કરવા, લાંબા ગાળાની રોજગારીની તકોનું સર્જન કરવા અને એકંદરે આર્થિક વિકાસને વેગ આપવા માટેની સતત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.