પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદમાં ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી‘ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. સમાનતાની 216 ફૂટ ઊંચી આ પ્રતિમા 11મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યનું સ્મરણ કરે છે, જેમણે આસ્થા, જાતિ અને સંપ્રદાય સહિત જીવનનાં તમામ પાસાઓમાં સમાનતાના વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. તેલંગાણાનાં રાજ્યપાલ શ્રીમતી તમિલિસાઈ સૌંદરરાજન, કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ વસંત પંચમીના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી અને આવા પવિત્ર અવસર પર પ્રતિમાનાં સમર્પણ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “ભારત જગદગુરુ શ્રી રામાનુજાચાર્યની આ ભવ્ય પ્રતિમા દ્વારા ભારતની માનવ શક્તિ અને પ્રેરણાઓને નક્કર આકાર આપી રહ્યું છે. શ્રી રામાનુજાચાર્યની આ પ્રતિમા તેમનાં જ્ઞાન, વૈરાગ્ય અને આદર્શોનું પ્રતીક છે.”
પ્રધાનમંત્રીએ ‘વિશ્વસેના ઈષ્ટિ યજ્ઞ‘ની ‘પૂર્ણાહુતિ‘માં ભાગ લીધો હતો. આ યજ્ઞ સંકલ્પો અને લક્ષ્યોની પરિપૂર્ણતા માટે છે. પ્રધાનમંત્રીએ દેશના ‘અમૃત‘ સંકલ્પ માટે યજ્ઞનો ‘સંકલ્પ‘ અર્પણ કર્યો અને 130 કરોડ દેશવાસીઓને યજ્ઞ સમર્પિત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ તેના વિદ્વાનોની ભારતીય પરંપરાને યાદ કરી જે જ્ઞાનને ખંડન અને સ્વીકૃતિ-અસ્વીકારથી ઉપર ઊઠીને જુએ છે. “જો આપણી પાસે ‘અદ્વૈત‘ છે તો આપણી પાસે ‘દ્વૈત‘ પણ છે અને આપણી પાસે શ્રી રામાનુજાચાર્યનું ‘વિશિષ્ટાદ્વૈત‘ પણ છે જે ‘દ્વૈત-અદ્વૈત‘ બંનેને સમાવે છે”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. તેમણે નોંધ્યું કે શ્રી રામાનુજાચાર્યમાં જ્ઞાનનાં શિખર સાથે, તેઓ ભક્તિ માર્ગના સ્થાપક પણ છે. એક તરફ તેઓ સમૃદ્ધ ‘સન્યાસ‘ પરંપરાના સંત છે, તો બીજી તરફ તેઓ ગીતાભાષ્યમાં કર્મનાં મહત્વને રજૂ કરે છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું, “આજના વિશ્વમાં, જ્યારે સામાજિક સુધારણા, પ્રગતિશીલતાની વાત આવે છે, ત્યારે એવું માનવામાં આવે છે કે સુધારા મૂળથી દૂર જવાથી થશે. પરંતુ, જ્યારે આપણે રામાનુજાચાર્યજીને જોઈએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે પ્રગતિશીલતા અને પ્રાચીનતા વચ્ચે કોઈ સંઘર્ષ નથી. સુધારા માટે તમારાં મૂળથી દૂર જવું જરૂરી નથી. તેના બદલે એ જરૂરી છે કે આપણે આપણાં વાસ્તવિક મૂળ સાથે જોડાઈએ, આપણી વાસ્તવિક શક્તિથી વાકેફ થઈએ.”
પ્રધાનમંત્રીએ વર્તમાન પહેલ અને આપણા સંતોનાં જ્ઞાન વચ્ચેની કડી વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. શ્રી રામાનુજાચાર્યે દેશને સામાજીક સુધારાના વાસ્તવિક ખ્યાલથી પરિચિત કરાવ્યો અને દલિતો અને પછાત લોકો માટે કામ કર્યું. તેમણે કહ્યું કે, આજે શ્રી રામાનુજાચાર્ય આપણને સમાનતાની ભવ્ય પ્રતિમાના રૂપમાં સમાનતાનો સંદેશ આપી રહ્યા છે. આ સંદેશ સાથે આગળ વધીને, આજે દેશ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ‘ ના મંત્ર સાથે તેનાં નવાં ભવિષ્યનો પાયો નાંખી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત, આજે ભેદભાવ વિના સૌના વિકાસ માટે સામૂહિક રીતે કામ કરી રહ્યું છે; તમામ માટે સામાજિક ન્યાય જેથી સદીઓથી દમન કરાયેલાં તમામ લોકો દેશના વિકાસમાં પૂર્ણ ગરિમા સાથે ભાગીદાર બને. પાકું મકાન, ઉજ્જવલા જોડાણ, 5 લાખ સુધીની મફત તબીબી સારવાર કે મફત વીજળી જોડાણ, જન ધન ખાતા, સ્વચ્છ ભારત અભિયાન જેવી યોજનાઓએ દલિતો, પછાત અને વંચિતોને મજબૂત કર્યા છે.
પ્રધાનમંત્રીએ શ્રી રામાનુજાચાર્યને ‘ભારતની એકતા અને અખંડિતતા માટે પ્રદિપ્ત પ્રેરણા‘ ગણાવ્યા હતા. “તેમનો જન્મ દક્ષિણમાં થયો હતો, પરંતુ તેમનો પ્રભાવ દક્ષિણથી ઉત્તર અને પૂર્વથી પશ્ચિમ સુધી સમગ્ર ભારત પર છે”, એમ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની સ્વતંત્રતાની લડાઈ માત્ર તેની સત્તા અને તેના અધિકારોની લડાઈ ન હતી. આ લડાઈમાં એક તરફ ‘વસાહતી માનસિકતા‘ હતી અને બીજી તરફ ‘જીવો અને જીવવા દો‘નો વિચાર હતો. એક તરફ, તે વંશીય શ્રેષ્ઠતા અને ભૌતિકવાદનો ઉન્માદ હતો, તો બીજી તરફ તે માનવતા અને આધ્યાત્મિકતામાં શ્રદ્ધા હતી. અને આ યુદ્ધમાં ભારત અને તેની પરંપરાનો વિજય થયો હતો, એમ તેમણે જણાવ્યું હતું. “ભારતીય સ્વતંત્રતા સંગ્રામ સમાનતા, માનવતા અને આધ્યાત્મિકતાની ઊર્જાથી ધન્ય થયો હતો જે ઊર્જા તેને સંતો પાસેથી મળી હતી”, એમ તેમણે ઉમેર્યું હતું.
સરદાર પટેલના હૈદરાબાદ સાથેના સંબંધનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “જો સરદાર સાહેબની ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી‘ દેશમાં એકતાના શપથનું પુનરાવર્તન કરી રહી છે તો રામાનુજાચાર્યની ‘સ્ટેચ્યુ ઑફ ઈક્વાલિટી‘ સમાનતાનો સંદેશ આપી રહી છે. આ એક રાષ્ટ્ર તરીકે ભારતની વિશેષતા છે.”
પ્રધાનમંત્રીએ તેલુગુ સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેણે ભારતની વિવિધતાને કેવી રીતે સમૃદ્ધ બનાવી છે તેના પર વિગતવાર વર્ણન કર્યું હતું. તેમણે રાજાઓ અને રાણીઓની લાંબી પરંપરાઓને યાદ કરી જેઓ આ સમૃદ્ધ પરંપરાના મશાલધારક હતાં. ભારતનાં આસ્થાનાં સ્થળોનાં કાયાકલ્પ અને માન્યતાના સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ 13મી સદીના કાકટિયા રુદ્રેશ્વર રામપ્પા મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું અને પોચમપલ્લીને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા ભારતનાં શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે માન્યતા આપવામાં આવી એ વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગનાં ગૌરવપૂર્ણ યોગદાનની નોંધ લીધી જે તેની હાજરીનો અનુભવ વૈશ્વિક સ્તરે અને તેલુગુ બોલતા વિસ્તારોથી પણ આગળ કરાવે છે. “આ સર્જનાત્મકતા સિલ્વર સ્ક્રીન અને ઓટીટી પ્લેટફોર્મ પર રાજ કરી રહી છે. ભારતની બહાર પણ તેની પ્રશંસા થઈ રહી છે. તેલુગુ ભાષી લોકોનું તેમની કલા અને સંસ્કૃતિ પ્રત્યેનું આ સમર્પણ બધા માટે પ્રેરણારૂપ છે,” એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રતિમા ‘પંચલોહા‘થી બનેલી છે, જે પાંચ ધાતુઓનું મિશ્રણ છે: સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને ઝીંક અને તે બેઠેલી સ્થિતિમાં વિશ્વની સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે. તે ‘ભદ્ર વેદી‘ નામની 54-ફૂટ ઊંચી પાયાની ઇમારત પર સ્થાપિત થયેલ છે, તેમાં વૈદિક ડિજિટલ લાઇબ્રેરી અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, થિયેટર, શ્રી રામાનુજાચાર્યનાં ઘણાં કાર્યોની વિગતો આપતી શૈક્ષણિક ગેલેરી માટે સમર્પિત માળ છે. આ પ્રતિમાની કલ્પના શ્રી રામાનુજાચાર્ય આશ્રમના શ્રી ચિન્ના જીયર સ્વામી દ્વારા કરવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન, શ્રી રામાનુજાચાર્યની જીવનયાત્રા અને ઉપદેશો પર 3D પ્રેઝન્ટેશન મેપિંગ દર્શાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ સમાનતાની પ્રતિમાની ચારે તરફ એકસમાન રીતે બનેલાં 108 દિવ્ય દેશમ (સુશોભિત રીતે નક્શીદાર મંદિરો)ની મુલાકાત લીધી હતી.
શ્રી રામાનુજાચાર્યએ રાષ્ટ્રીયતા, લિંગ, જાતિ, જ્ઞાતિ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેક માનવ સમાનની ભાવના સાથે લોકોનાં ઉત્થાન માટે અથાક રીતે કામ કર્યું હતું. સમાનતાની આ પ્રતિમાનું ઉદ્ઘાટન એ હાલ ચાલી રહેલી શ્રી રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતિની ઉજવણીના 12-દિવસીય શ્રી રામાનુજ સહસ્રાબ્દી સમારોહનો એક ભાગ છે.
आज मां सरस्वती की आराधना के पावन पर्व, बसंत पंचमी का शुभ अवसर है।
मां शारदा के विशेष कृपा अवतार श्री रामानुजाचार्य जी की प्रतिमा इस अवसर पर स्थापित हो रही है।
मैं आप सभी को बसंत पंचमी की विशेष शुभकामनाएं देता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2022
जगद्गुरु श्री रामानुजाचार्य जी की इस भव्य विशाल मूर्ति के जरिए भारत मानवीय ऊर्जा और प्रेरणाओं को मूर्त रूप दे रहा है।
रामानुजाचार्य जी की ये प्रतिमा उनके ज्ञान, वैराग्य और आदर्शों की प्रतीक है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2022
भारत एक ऐसा देश है, जिसके मनीषियों ने ज्ञान को खंडन-मंडन, स्वीकृति-अस्वीकृति से ऊपर उठकर देखा है।
हमारे यहाँ अद्वैत भी है, द्वैत भी है।
और, इन द्वैत-अद्वैत को समाहित करते हुये श्रीरामानुजाचार्य जी का विशिष्टा-द्वैत भी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2022
एक ओर रामानुजाचार्य जी के भाष्यों में ज्ञान की पराकाष्ठा है, तो दूसरी ओर वो भक्तिमार्ग के जनक भी हैं।
एक ओर वो समृद्ध सन्यास परंपरा के संत भी हैं, और दूसरी ओर गीता भाष्य में कर्म के महत्व को भी प्रस्तुत करते हैं।
वो खुद भी अपना पूरा जीवन कर्म के लिए समर्पित करते हैं: PM
— PMO India (@PMOIndia) February 5, 2022
आज जब दुनिया में सामाजिक सुधारों की बात होती है, प्रगतिशीलता की बात होती है, तो माना जाता है कि सुधार जड़ों से दूर जाकर होगा।
लेकिन, जब हम रामानुजाचार्य जी को देखते हैं, तो हमें अहसास होता है कि प्रगतिशीलता और प्राचीनता में कोई विरोध नहीं है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2022
आज रामानुजाचार्य जी विशाल मूर्ति Statue of Equality के रूप में हमें समानता का संदेश दे रही है।
इसी संदेश को लेकर आज देश ‘सबका साथ, सबका विकास, सबका विश्वास, और सबका प्रयास’ के मंत्र के साथ अपने नए भविष्य की नींव रख रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2022
विकास हो, सबका हो, बिना भेदभाव हो।
सामाजिक न्याय, सबको मिले, बिना भेदभाव मिले।
जिन्हें सदियों तक प्रताड़ित किया गया, वो पूरी गरिमा के साथ विकास के भागीदार बनें, इसके लिए आज का बदलता हुआ भारत, एकजुट प्रयास कर रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2022
रामानुजाचार्य जी भारत की एकता और अखंडता की भी एक प्रदीप्त प्रेरणा हैं।
उनका जन्म दक्षिण में हुआ, लेकिन उनका प्रभाव दक्षिण से उत्तर और पूरब से पश्चिम तक पूरे भारत पर है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2022
भारत का स्वाधीनता संग्राम केवल अपनी सत्ता और अपने अधिकारों की लड़ाई भर नहीं था।
इस लड़ाई में एक तरफ ‘औपनिवेशिक मानसिकता’ थी, तो दूसरी ओर ‘जियो और जीने दो’ का विचार था: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2022
आज देश में एक ओर सरदार साहब की ‘Statue of Unity’ एकता की शपथ दोहरा रही है, तो रामानुजाचार्य जी की ‘Statue of Equality’ समानता का संदेश दे रही है।
यही एक राष्ट्र के रूप में भारत की विशेषता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2022
पिछले वर्ष ही तेलांगना में स्थित 13वीं शताब्दी के काकातिया रूद्रेश्वर -रामाप्पा मंदिर को यूनेस्को विश्व धरोहर स्थल घोषित किया गया है।
वर्ल्ड टूरिज्म ऑर्गनाइजेशन ने पोचमपल्ली को भी भारत के सबसे बेहतरीन Tourism Village का दर्जा दिया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2022
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Watch LIVEhttps://t.co/Zoy8tHV3eR
— PMO India (@PMOIndia) February 5, 2022
आज मां सरस्वती की आराधना के पावन पर्व, बसंत पंचमी का शुभ अवसर है।
— PMO India (@PMOIndia) February 5, 2022
मां शारदा के विशेष कृपा अवतार श्री रामानुजाचार्य जी की प्रतिमा इस अवसर पर स्थापित हो रही है।
मैं आप सभी को बसंत पंचमी की विशेष शुभकामनाएं देता हूं: PM @narendramodi
जगद्गुरु श्री रामानुजाचार्य जी की इस भव्य विशाल मूर्ति के जरिए भारत मानवीय ऊर्जा और प्रेरणाओं को मूर्त रूप दे रहा है।
— PMO India (@PMOIndia) February 5, 2022
रामानुजाचार्य जी की ये प्रतिमा उनके ज्ञान, वैराग्य और आदर्शों की प्रतीक है: PM @narendramodi
भारत एक ऐसा देश है, जिसके मनीषियों ने ज्ञान को खंडन-मंडन, स्वीकृति-अस्वीकृति से ऊपर उठकर देखा है।
— PMO India (@PMOIndia) February 5, 2022
हमारे यहाँ अद्वैत भी है, द्वैत भी है।
और, इन द्वैत-अद्वैत को समाहित करते हुये श्रीरामानुजाचार्य जी का विशिष्टा-द्वैत भी है: PM @narendramodi
एक ओर रामानुजाचार्य जी के भाष्यों में ज्ञान की पराकाष्ठा है, तो दूसरी ओर वो भक्तिमार्ग के जनक भी हैं।
— PMO India (@PMOIndia) February 5, 2022
एक ओर वो समृद्ध सन्यास परंपरा के संत भी हैं, और दूसरी ओर गीता भाष्य में कर्म के महत्व को भी प्रस्तुत करते हैं।
वो खुद भी अपना पूरा जीवन कर्म के लिए समर्पित करते हैं: PM
आज जब दुनिया में सामाजिक सुधारों की बात होती है, प्रगतिशीलता की बात होती है, तो माना जाता है कि सुधार जड़ों से दूर जाकर होगा।
— PMO India (@PMOIndia) February 5, 2022
लेकिन, जब हम रामानुजाचार्य जी को देखते हैं, तो हमें अहसास होता है कि प्रगतिशीलता और प्राचीनता में कोई विरोध नहीं है: PM @narendramodi
ये जरूरी नहीं है कि सुधार के लिए अपनी जड़ों से दूर जाना पड़े।
— PMO India (@PMOIndia) February 5, 2022
बल्कि जरूरी ये है कि हम अपनी असली जड़ो से जुड़ें, अपनी वास्तविक शक्ति से परिचित हों: PM @narendramodi
आज रामानुजाचार्य जी विशाल मूर्ति Statue of Equality के रूप में हमें समानता का संदेश दे रही है।
— PMO India (@PMOIndia) February 5, 2022
इसी संदेश को लेकर आज देश ‘सबका साथ, सबका विकास, सबका विश्वास, और सबका प्रयास’ के मंत्र के साथ अपने नए भविष्य की नींव रख रहा है: PM @narendramodi
विकास हो, सबका हो, बिना भेदभाव हो।
— PMO India (@PMOIndia) February 5, 2022
सामाजिक न्याय, सबको मिले, बिना भेदभाव मिले।
जिन्हें सदियों तक प्रताड़ित किया गया, वो पूरी गरिमा के साथ विकास के भागीदार बनें, इसके लिए आज का बदलता हुआ भारत, एकजुट प्रयास कर रहा है: PM @narendramodi
रामानुजाचार्य जी भारत की एकता और अखंडता की भी एक प्रदीप्त प्रेरणा हैं।
— PMO India (@PMOIndia) February 5, 2022
उनका जन्म दक्षिण में हुआ, लेकिन उनका प्रभाव दक्षिण से उत्तर और पूरब से पश्चिम तक पूरे भारत पर है: PM @narendramodi
भारत का स्वाधीनता संग्राम केवल अपनी सत्ता और अपने अधिकारों की लड़ाई भर नहीं था।
— PMO India (@PMOIndia) February 5, 2022
इस लड़ाई में एक तरफ ‘औपनिवेशिक मानसिकता’ थी, तो दूसरी ओर ‘जियो और जीने दो’ का विचार था: PM @narendramodi
इसमें एक ओर, ये नस्लीय श्रेष्ठता और भौतिकवाद का उन्माद था, तो दूसरी ओर मानवता और आध्यात्म में आस्था थी।
— PMO India (@PMOIndia) February 5, 2022
और इस लड़ाई में भारत विजयी हुआ, भारत की परंपरा विजयी हुई: PM @narendramodi
आज देश में एक ओर सरदार साहब की ‘Statue of Unity’ एकता की शपथ दोहरा रही है, तो रामानुजाचार्य जी की ‘Statue of Equality’ समानता का संदेश दे रही है।
— PMO India (@PMOIndia) February 5, 2022
यही एक राष्ट्र के रूप में भारत की विशेषता है: PM @narendramodi
पिछले वर्ष ही तेलांगना में स्थित 13वीं शताब्दी के काकातिया रूद्रेश्वर -रामाप्पा मंदिर को यूनेस्को विश्व धरोहर स्थल घोषित किया गया है।
— PMO India (@PMOIndia) February 5, 2022
वर्ल्ड टूरिज्म ऑर्गनाइजेशन ने पोचमपल्ली को भी भारत के सबसे बेहतरीन Tourism Village का दर्जा दिया है: PM @narendramodi
Statue of Equality will deepen our connect with the past and inspire the future generations. pic.twitter.com/6zgVBszKDq
— Narendra Modi (@narendramodi) February 6, 2022
रामानुजाचार्य जी के ज्ञान की एक अलग भव्यता है। साधारण दृष्टि से जो विचार परस्पर विरोधाभासी लगते हैं, रामानुजाचार्य जी उन्हें बड़ी सहजता से एक सूत्र में पिरो देते हैं। pic.twitter.com/gOP4qtSv2t
— Narendra Modi (@narendramodi) February 6, 2022
Important lessons from the life of Sri Ramanujacharya. pic.twitter.com/575Q4zDwfY
— Narendra Modi (@narendramodi) February 6, 2022
आज देश में एक ओर सरदार साहब की ‘Statue of Unity’ एकता की शपथ दोहरा रहा है, तो रामानुजाचार्य जी की
— Narendra Modi (@narendramodi) February 6, 2022
‘Statue of Equality’ समानता का संदेश दे रहा है। pic.twitter.com/L2NofS6f3t
Telugu culture has been enriched by noble Saints, Seers, inspiring rulers, thoughtful poets and now the vibrant Telugu cinema which is gaining global popularity. pic.twitter.com/MalnIK2BOQ
— Narendra Modi (@narendramodi) February 6, 2022
మహోన్నతులైన సత్పురుషులు, దార్శనికులు, స్పూర్తిదాయకులైన పాలకులు, మేధావులైన కవులు,ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్త ఆదరణ పొందుతున్న విరాజమానమైన తెలుగు సినిమా తెలుగు సంస్కృతిని సుసంపన్నం చేస్తున్నాయి. pic.twitter.com/qHihQQ2UkI
— Narendra Modi (@narendramodi) February 6, 2022