Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PM એ આશા વર્કર્સની સમગ્ર ટીમને WHO ડાયરેક્ટર-જનરલનો ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ મળવા પર ખુશી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ WHOના ડાયરેક્ટર–જનરલનો ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ મેળવનારાં આશા કાર્યકરોની સમગ્ર ટીમ માટે ખુશી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું કે આશા કાર્યકરો સ્વસ્થ ભારતની ખાતરી કરવામાં મોખરે છે અને તેમનું સમર્પણ અને નિશ્ચય પ્રશંસનીય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“આશા કાર્યકરોની સમગ્ર ટીમને @WHO ડાયરેક્ટર–જનરલનો ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો એનો આનંદ છે. તમામ આશા કાર્યકરોને અભિનંદન. તેઓ સ્વસ્થ ભારતને સુનિશ્ચિત કરવામાં મોખરે છે. તેમનું સમર્પણ અને નિશ્ચય પ્રશંસનીય છે.”

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]