Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બેન્જામિન નેતન્યાહુને ઈઝરાયેલની સામાન્ય ચૂંટણીઓમાં તેમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેન્જામિન નેતન્યાહુને ઈઝરાયેલની સામાન્ય ચૂંટણીઓમાં તેમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ ભારત–ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને પ્રાધાન્ય આપવા બદલ પ્રધાનમંત્રી યાયર લેપિડનો પણ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“ચૂંટણીમાં તમારી સફળતા માટે મારા મિત્ર @netanyahuને Mazel Tov (અભિનંદન). હું ભારત–ઇઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના આપણા સંયુક્ત પ્રયાસો ચાલુ રાખવા માટે આતુર છું.”

“ભારત–ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને પ્રાધાન્ય આપવા બદલ @yairlapid તમારો આભાર. હું આશા રાખું છું કે આપણા લોકોના પરસ્પર લાભ માટે આપણા વિચારોનું ફળદાયી આદાન–પ્રદાન ચાલુ રાખીએ.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]