પીએમઇન્ડિયા
કેમ છો, મારા યુવાન મિત્રો,
નમસ્તે
તમે ખરેખર મજામાં છો એ હું જોઈ રહ્યો છું.
હું જાણું છું કે તમે આતુરતાપૂર્વક કોલ્ડપ્લેની રાહ જોઈ રહ્યા છો અને એટલે હું અહીં ટૂંકમાં મારી વાત રજૂ કરીશ.
વર્ષ 2014માં મેં ન્યૂયોર્કમાં સુંદર સેન્ટ્રલ પાર્કમાં ગ્લોબલ સિટિઝન ફેસ્ટિવલની મજા માણી હતી.
જોકે આ વર્ષે મારા વ્યસ્ત કાર્યક્રમોને કારણે હું વ્યક્તિગત રીતે આ ફેસ્ટિવલમાં સામેલ થઈ શક્યો નથી. પણ ચાલુ વર્ષે ભારતમાં સૌપ્રથમ વખત આ ફેસ્ટિવલનું આયોજન થયું છે અને એટલે મારે તેમાં અચૂક સામેલ થવું જોઈએ, ભલે થોડો સમય. એટલે અહીં હું તમને વીસી (વીડિયો કોન્ફરન્સિંગ)થી સંબોધું છું.
તમારામાંથી ઘણા મારી સાથે મારી મોબાઇલ એપ પર હંમેશા જોડાયેલા છો. હું ભવિષ્યમાં તમારા પ્રતિભાવો અને સૂચનો મેળવવા આતુર છું. હું હંમેશા યુવાનો વચ્ચે રહેવા, તેમના વિચારો જાણવા આતુર છું. તેનાથી મને નવા વિચારો મળે છે, નવી ઊર્જા મળે છે. તમે નવી આશા જન્માવો છો, નવી ઊર્જા અને નવા આદર્શોનું પ્રતિક છો, જે ખરેખર અજોડ છે.
તમે મારીથી સેંકડો કિલોમીટર દૂર હોવા છતાં અત્યારે હું તમારી ઊર્જા અનુભવી શકું છું. જૂની ફાઇલો અને દિલ્હીની ઠંડી વચ્ચે મારા રોજિંદા વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે આ સારો વિરામ છે.
હું હ્યુ ઇવાન્સ, શિવ ખેમ્કા, ગૌરી ઇઆસ્વરન, પૂનમ મહાજન અને અન્ય ઘણા લોકોએ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે ઘણી મહેનત કરી છે, અસરકારક નીતિ બનાવવા કોઈ સહેલું કામ નથી!
તમે લોકો બહુ હોંશિયાર છો. તમે મને ફેસ્ટિવલને સંબોધન કરવાનું કહ્યું, પણ ગીત ગાવાનું નહીં. નહીં તો મને ખાતરી છે કે તમારા દર્શકો તમારી પાસે રૂપિયા પાછા માગત. એ પણ રૂ. 100ની ચલણી નોટોમાં.
ગરીબી કોઈ પણ સભ્ય સમાજ માટે અભિશાપ છે. કુપોષણ હોય, બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર હોય, ગંદકી હોય – આ બધાની સૌથી વધુ અસર ગરીબો પર પડે છે. એટલે મારી સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ મંત્ર સાથે ગરીબોને સશક્ત કરવા કામ કરી રહી છે. છેલ્લા બે વર્ષથી દેશમાં સ્વચ્છતાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. લોકો પોતાની આસપાસ સફાઈ પ્રત્યે, ગંદકી પ્રત્યે જાગૃત થયા છે. કરોડોની સંખ્યામાં ઘરોમાં શૌચાલયોનું નિર્માણ થઈ રહ્યું છે. શહેરોમાં વેસ્ટ મેનેજમેન્ટ માટે માળખાગત સુવિધાઓ તૈયાર થઈ રહી છે.
સ્વચ્છતા અભિયાનને લોકોએ વધાવી લીધું છે અને જન આંદોલન બનાવી દીધું છે. અત્યારે લોકો આ અભિયાનથી આનંદિત છે. આ અભિયાનમાં તમે નવયુવાનોએ મળીને દેશને નવો માર્ગ ચીંધ્યો છે. જો કોઈ ગંદકી કરે છે, તો તમે તેને ટોકો છો, અટકાવો છો, તેમને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવો છો. તમે પોતે ઝાડૂ ઉઠાવીને તમારી આસપાસ સફાઈ કરી છે. આજે “વર્લ્ડ ટોઇલેટ ડે” છે અને એ જ દિવસે તમે આ કાર્યક્રમનું આયોજન કરીને તમારી પ્રાથમિકતા શું છે તેનો સંકેત આપી દીધો છે.
દેશની શેરીઓમાં, ગામમાં અને શહેરોમાં સાફસફાઈની સાથે સ્વચ્છતા અભિયાનનો વ્યાપ પણ વધ્યો છે.અત્યારે દેશના સીમાડા પર સાફસફાઈ હોય કે કાળા નાણાંથી ભરેલી તિજોરીઓની સફાઈ હોય, તમામ પ્રકારના સફાઈ અભિયાન જોરશોરથી ચાલી રહ્યા છે. સફાઈ આંદોલનના આ બીજા તબક્કામાં પણ મને તમારો અમૂલ્ય સાથસહકાર મળી રહ્યો છે.
મારા પ્રિય યુવાન મિત્રો,
સંપૂર્ણપણે જોઈએ તો મને ખાતરી છે કે આપણે આ દેશમાં હકારાત્મક ફરક લાવી શકીએ અને આપણે સ્વચ્છ ભારતનું નિર્માણ કરીશું, જે આપણને આપણી અંદર રહેલી તમામ પ્રકારની ગંદકીમાંથી મુકત કરશે. હું એ પણ જાણું છું કે આપણે ખરેખર સ્વચ્છ ભારતનું નિર્માણ કરીશું. જે ક્ષણે તમે યુવાનો ભારતને સ્વચ્છ કરવાનો સંકલ્પ કરશો એ જ ક્ષણથી ભારત સ્વચ્છ ભારત બનવા અગ્રેસર થશે. એટલે તમે આ સ્વચ્છતા અભિયાનમાં ખભેખભો મિલાવીને મને સાથસહકાર આપો છો એ જોઈને મને આનંદ થાય છે અને તમારો આવો જ સાથસહકાર ભવિષ્યમાં મેળવવા આતુર છું.
હવે તમે કોલ્ડ પ્લેની મજા માણો એટલે મારી વાણીને વિરામ આપું છું. વિદાય વેળાએ સંગીતની વાત કરું. કલાકારો તેમની પેઢી માટે પ્રેરણારૂપ હોય છે. મારી પેઢીના કલાકારો અલગ હતા. તમારી પેઢીના અલગ છે. પણ તમે બોબ ડીલન, નોરાહ જોન્સ, ક્રિસ માર્ટિન અને એ આર રહેમાનથી પરિચિત હશો. એટલે ડીલનના એક ક્રાંતિકારી, પ્રેરણારૂપ ગીતની એક પંક્તિ ટાંકું છું. આ ગીત ડીલને 1960ના દાયકામાં પહેલી વખત પ્રસ્તુત કર્યું હતું. તે એ સમયગાળામાં જેટલું પ્રસ્તુત હતું, એટલું જ અર્થસભર આજે પણ છે. તેની કેટલીક પંક્તિ ટાંકું છું.
Come mothers and fathers
Through-out the land.
And don’t criticize
What you can’t understand.
Your sons and your daughters
Are beyond your command.
Your old road is rapidly aging
Please get out of the new one
If you can’t lend your hand
For the times they are a-changing.
(આવો સંપૂર્ણ માતૃભૂમિના
આદરણીય માતાઓ અને પિતાઓ.
કૃપા કરીને જેને તમે સજી શકતા
નથી તેની ટીકા ન કરો,
.
તમારા પુત્રો અને પુત્રીઓ,
તમારાં વિચારોને ત્યજી ચુક્યાં છે, નવો અરુણોદય થઈ રહ્યો છે.
તમારા જૂના વિચારોનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને
નવા યુગનો ઉદય થઈ રહ્યો છે.
કૃપા કરીને જૂના વિચારોને ત્યજો
ભલે તમે આજે અમને સાથસહકાર ન આપો,
અમને ટેકો ન આપો,
સમયની સાથે તમારે બદલાવું પડશે, અમને નવા સાથી મળી રહ્યા છે.)
મારે અહીં એ જ કહેવું છે કે જૂની પેઢીએ આ સંદેશને સમજવો પડશે. હકીકતમાં સમય બદલાઈ રહ્યો છે, આપણે બદલાવું પડશે.
વ્યક્તિગત રીતે મને હંમેશા યુવા શક્તિએ પ્રેરિત કર્યો છે. ભારત યુવા રાષ્ટ્ર છે. આપણું ભવિષ્ય તમારી, યુવાનોની પસંદગી પર, તમારા કાર્યો પર નિર્ભર છે. તમે જ આપણા મહાન રાષ્ટ્રની દિશા અને દશા નક્કી કરશો.
આ કારણે મને આશા છે કે તમે આ ક્ષણને માણશો અને પરિવર્તનમાં તમારું યથાશક્તિ યોગદાન આપશો, જે આપણા દેશની કાયાપલટ કરશે. ક્રિસ તેના ગીતોમાં કહે છે તેમ,
You can see the change you want to
(તમે જે પરિવર્તન ઇચ્છો છો, એ તમે કરી શકો છો)
Be what you want to be
(જે ચાહો તે બનવાની તાકાત છે તમારામાં)
Everything you want is a dream away
(તમારા સ્વપ્નો સાકાર કરવાની હામ છે તમારામાં, એ તમારી નજીક છે)
Under this pressure under this weight
(આ સ્વપ્નો સાથે, આ આશા-અપેક્ષા સાથે)
We are diamonds taking shape
(આપણે જ અમૂલ્ય રત્નો છીએ, આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ)
We are diamonds taking shape.
(આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ.)
તમારો આભાર.
મજા કરો, મોજ કરો
અને ઈશ્વર તમને બધાને શાંતિ અને સ્વસ્થતા સાથે સમૃદ્ધિ પ્રદાન કરે.
TR
I know that I stand between you and Cold Play and so will make this brief: PM @narendramodi begins his remarks at @glblctznIN
— PMO India (@PMOIndia) November 19, 2016
Back in 2014, I had enjoyed attending the Global Citizen Festival in the beautiful Central Park of New York: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2016
You bring an energy and idealism that is unparalleled: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5 @glblctznIN
— PMO India (@PMOIndia) November 19, 2016
गरीबी किसी भी सभ्य समाज के लिए बहुत बड़ा अभिशाप है : PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2016
कुपोषण हो, बेरोजगारी हो, भ्रष्टाचार हो, अस्वच्छता हो, इसका सबसे ज्यादा असर गरीबों पर ही पड़ता है : PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2016
पिछले दो साल से देश में स्वच्छता का महाअभियान चल रहा है : PM @narendramodi #MyCleanIndia @glblctznIN
— PMO India (@PMOIndia) November 19, 2016
My dear young friends, I am convinced we can and we will build a Swachh Bharat free of all forms of filth within one generation: PM
— PMO India (@PMOIndia) November 19, 2016
Delighted to join #GlobalCitizenIndia festival & talk about power of youth, music & the need for a Swachh Bharat. https://t.co/khcHI44JXD
— Narendra Modi (@narendramodi) November 19, 2016