Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભટિંડામાં એઈમ્સનું શિલારોપણ કર્યું

પ્રધાનમંત્રીએ ભટિંડામાં એઈમ્સનું શિલારોપણ કર્યું

પ્રધાનમંત્રીએ ભટિંડામાં એઈમ્સનું શિલારોપણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના ભટિંડામાં અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ)નું શિલારોપણ કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક દેશના વિકાસ માટે સામાજિક માળખું આવશ્યક છે અને એટલે આપણે ઊંચી ગુણવત્તાયુક્ત શાળાઓ અને હોસ્પિટલોની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ભટિંડામાં એમ્સથી સ્થાનિક વિસ્તારોને ફાયદો થશે. તેમણે ભાર મૂક્યો હતો કે આ કેન્દ્ર સરકાર ફક્ત શિલારોપણ જ કરતી નથી, પણ પ્રોજેક્ટ પૂર્ણ કરે છે. અમારા માટે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવાની પ્રાથમિકતા છે તેવું તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે પાકિસ્તાન સારી રીતે ભારતીય સેનાની શક્તિ જાણે છે. તેમણે પાકિસ્તાનના લોકોને તેમના શાસકો સામે ભ્રષ્ટાચાર અને બનાવટી નોટો સામે લડવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોને પર્યાપ્ત પાણી પૂરું પાડવા શક્ય તમામ કામગીરી કરશે. ભારતનું પાણી પાકિસ્તાનને નહીં મળે તેવું તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ મધ્યમ વર્ગનું શોષણ ન થાય અને ગરીબોને તેમના વાજબી અધિકારો મળે એ માટે બધું કરી છૂટશે.

AP/JKhunt/TR/GP