પીએમઇન્ડિયા
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં હુડી સિટી સેન્ટરથી સાયબર સિટીની સાથે દ્વારકા એક્સપ્રેસ વે સાઇડલાઇન, ગુરુગ્રામને જોડતી મેટ્રો લાઇનને મંજૂરી આપવામાં આવી હતી, જે આ રુટ પર કુલ 28.50 કિલોમીટર અંતરને આવરી લેશે અને 27 સ્ટેશન ધરાવશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાનો કુલ ખર્ચ રૂ. 5,452 કરોડ આવશે. આ 1435 એમએમ (5 ફીટ 8.5 ઇંચ)ની પ્રમાણભૂત ગેજ લાઇન હશે. સંપૂર્ણ પ્રોજેક્ટ એલીવેટેડ હશે. બસાઈ ગામથી એક શાખા ડેપો સાથે જોડાણ માટે પ્રદાન કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ મંજૂર થયાની તારીખથી ચાર વર્ષની પૂર્ણ કરવાની દરખાસ્ત છે અને પ્રોજેક્ટની નિર્માણલક્ષી કામગીરીનો અમલ હરિયાણા માસ રેપિડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (HMRTC) દ્વારા થશે, જેની સ્થાપના મંજૂરીનો ઓર્ડર જાહેર થયા પછી ભારત સરકાર અને હરિયાણા સરકારના 50:50 કે એકસમાન ભાગીદારી ધરાવતા સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (SPV) તરીકે થશે.
|
Huda (હુડા) સટી સેન્ટરથી સાયબર સિટી – મુખ્ય કોરિડોર |
26.65 |
26 |
એલીવેટેડ |
|
બસઈ ગામથી દ્વારકા એક્સપ્રેસવે – શાખા |
1.85 |
01 |
એલીવેટેડ |
|
કુલ |
28.50 |
27 |
|
કોરિડોરનું નામ |
લંબાઈ
(કિલોમીટરમાં) |
સ્ટેશનની સંખ્યા | એલીવેટેડ/ અંડર ગ્રાઉન્ડ |
|---|
લાભ:
અત્યાર સુધી જૂનાં ગુરુગ્રામમાં કોઈ મેટ્રો લાઇન નથી. આ લાઇનની મુખ્ય ખાસિયત છે – નવા ગુરુગ્રામને જૂનાં ગુરુગ્રામ સાથે જોડવું. આ નેટવર્ક ભારતીય રેલવે સ્ટેશન સાથે જોડશે. આગામી તબક્કામાં આ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ સાથે જોડાણ પ્રદાન કરશે. આ વિસ્તારનો સંપૂર્ણ આર્થિક વિકાસ પણ પ્રદાન કરશે.
મંજૂર થયેલા કોરિડોરની વિગત નીચે મુજબ છે:
|
વિગત |
HUDA (હુડા) સિટી સેન્ટરથી સાયબર સટી, ગુરુગ્રામ |
|
|
લંબાઈ |
28.50 કિલોમીટર |
|
|
સ્ટેશનોની સંખ્યા |
27 સ્ટેશન (બધા એલીવેટેડ) |
|
|
સુસંગતતા નવું ગુરુગ્રામ જૂનું ગુરુગ્રામ |
HUDA (હુડા) સિટી સેન્ટર – સેક્ટર 45 – સાયબર પાર્ક – સેક્ટર 47 – સુભાષ ચૌક – સેક્ટર 48 – સેક્ટર 72A – હીરો હોન્ડા ચૌક – ઉદ્યોગ વિહાર ફેઝ 6 – સેક્ટર 10 – સેક્ટર 37 – બસઈ ગામ – સેક્ટર 9 – સેક્ટર 7 – સેક્ટર 4 – સેક્ટર 5 – અશોક વિહાર – સેક્ટર 3 – બાજગેરા રોડ – પાલમ વિહામ એક્ષ્ટેન્શન – પાલમ વિહાર – સેક્ટર 23A – સેક્ટર 22 – ઉદ્યોગ વિહાર ફેઝ 4 – ઉદ્યોગ વિહાર ફેઝ 5 – સાયબર સિટી દ્વારકા એક્સપ્રેસ વે તરફ શાખા (સેક્ટર 101) |
|
|
ડિઝાઇન સ્પીડ |
80 કિલોમીટર પ્રતિ કલાક (Kmph) |
|
|
સરેરાશ ઝડપ |
34 કિલોમીટર પ્રતિ કલાક (Kmph) |
|
|
પૂર્ણ થવાનો સૂચિત ખર્ચ |
રૂ. 5,452.72 કરોડ |
|
|
ભારત સરકારનો હિસ્સો |
રૂ. 896.19 કરોડ |
|
|
હરિયાણા સરકારનો હિસ્સો |
રૂ. 1,432.49 કરોડ |
|
|
સ્થાનિક સંસ્થાનું પ્રદાન (HUDA) |
રૂ. 300 કરોડ |
|
|
PTA (પાસ થ્રૂ આસિસ્ટન્સ – લોનનો ઘટક) |
રૂ. 2,688.57 કરોડ |
|
|
PPP (લિફ્ટ અને એસ્કેલટર) |
રૂ. 135.47 કરોડ |
|
|
પૂર્ણ થવાનો સમય |
પ્રોજેક્ટ મંજૂર થયાની તારીખથી 4 વર્ષ |
|
|
અમલીકરણ સંસ્થા |
હરિયાણા માસ રેપિડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (HMRTC) |
|
|
ફાઇનાન્શિયલ ઇન્ટર્નલ રેટ ઓફ રિટર્ન (FIRR – વળતરનો આંતરિક નાણાકીય દર) |
14.07% |
|
|
ઇકોનોમિક ઇન્ટર્નલ રેટ ઓફ રિટર્ન (EIRR – વળતરનો આર્થિક આંતરિક દર) |
21.79% |
|
|
ગુરુગ્રામની અંદાજિત વસતી |
આશરે 25 લાખ |
|
|
અંદાજિત દૈનિક મુસાફરો |
5.34 લાખ – વર્ષ 2026 7.26 લાખ – વર્ષ 2031 8.81 લાખ – વર્ષ 2041 10.70 લાખ – વર્ષ 2051 |
|
સૂચિત કોરિડોર માટે રુટનો નકશો પરિશિષ્ટ-1 મુજબ છે.
યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (EIB) અને વર્લ્ડ બેંક (WB) સાથે લોન માટે જોડાણ થયું છે.
પૃષ્ઠભૂમિ:
ગુરુગ્રામમાં અન્ય મેટ્રો લાઇનો:
a) DMRCની યેલ્લો લાઇન (લાઇન-2)- પરિશિષ્ટ-1માં યેલ્લો તરીકે દર્શાવ્યા મુજબ
i) રુટની લંબાઈ – 49.019 કિલોમીટર (સમયપુર બદલી – HUDA (હુડા) સિટી સેન્ટર; 37 સ્ટેશન)
ii) દિલ્હીનો ભાગ – 41.969 કિલોમીટર (સમયપુર બદલી – અરજનગઢ; 32 સ્ટેશન)
iii) હરિયાણાનો ભાગ – 7.05 કિલોમીટર (ગુરુ દ્રોણાચાર્ય – HUDA (હુડા) સિટી સેન્ટર; 5 સ્ટેશન)
iv) દરરોજ મુસાફરોની સંખ્યા – 12.56 લાખ
v) HUDA (હુડા) સિટી સેન્ટર ખાતે લાઇન-2 સાથે સૂચિત લાઇનનું જોડાણ
vi) વિવિધ પટ્ટાઓ પર કામગીરી શરૂ થયાની તારીખ
|
વિશ્વવિદ્યાલયથી કાશ્મીરી ગેટ |
ડિસેમ્બર 2004 |
|
કાશ્મીરી ગેટથી કેન્દ્રીય સચિવાલય |
જુલાઈ 2005 |
|
વિશ્વવિદ્યાલયથી જહાંગિરપુરી |
ફેબ્રુઆરી 2009 |
|
કુતબ મિનારથી હુડા સિટી |
જૂન 2010 |
|
કુતુબ મિનારથી કેન્દ્રીય સચિવાલય |
સપ્ટેમ્બર 2010 |
|
જહાંગિરપુરીથી સમયપુર બદલી |
નવેમ્બર 2015 |
આ લાઇન 1676 એમએમ (5 ફીટ 6 ઇંચ ગેજ)ની બ્રોડ ગેજ છે.
b) રેપિડ મેટ્રો ગુરુગ્રામ (પરિશિષ્ટ-1માં ગ્રીન તરીકે દર્શાવેલ છે)
i) રુટની લંબાઈ – 11.6 કિલોમીટર
ii) પ્રમાણભૂત ગેજ – 1435 એમએમ (4 ફીટ 8.5 ઇંચ)
ii) બે તબક્કાઓમાં લાઇનનું નિર્માણ થયું હતું.
મલ્ટિ મોડલ કનેક્ટિવટી કે જોડાણ:
પરિશિષ્ટ-2 મુજબ ગુરુગ્રામનો સેક્ટર મુજબ નકશો સંલગ્ન કરેલો છે.
પ્રોજેક્ટની સજ્જતા:
પરિશિષ્ટ-1

પરિશિષ્ટ-2
YP/GP/JD
Today’s Cabinet decision will help revolutionise transportation in Gurugram. It will improve connectivity with the Delhi airport as well. https://t.co/S22gZrRW7Q https://t.co/QW3ytSxB9Y
— Narendra Modi (@narendramodi) June 7, 2023