Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને ઓમાનની કોલેજ ઓફ બેંકિંગ એન્ડ ફાઈનાન્શિયલ સ્ટડીઝ વચ્ચે એમઓયુના નવીનીકરણને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને ઓમાનની કોલેજ ઓફ બેંકિંગ એન્ડ ફાઈનાન્શિયલ સ્ટડીઝ (સીબીએફએસ) વચ્ચે વર્ષ 2008 અને વર્ષ 2011માં થયેલા સમજૂતીકરાર (એમઓયુ) અને તેના નવીનીકરણને કાર્યોત્તર મંજૂરી આપી છે. આ એમઓયુ ઓમાનની અંદર હિસાબ, નાણાકીય અને ઓડિટની જાણકારીના આધારને મજબૂત કરવા સંયુક્તપણે કામ કરશે.

આઇસીએઆઈ મધ્ય પૂર્વના દેશોમાં 6000થી વધારે સભ્યોનો મજબૂત આધાર ધરાવે છે તથા એમઓયુનો ઉદ્દેશ આઇસીએઆઈના સભ્યપદમાં ઓમાની નાગરિકોને સ્વીકારી સીબીએફએસને મદદરૂપ થવાનો છે. તેનો આશય સભ્યો, વિદ્યાર્થીઓ અને સંસ્થાના શ્રેષ્ઠ હિતમાં પારસ્પરિક લાભદાયક સંબંધ વિકસાવી સંયુક્તપણે કામ કરવાનો છે. એમઓયુ આઇસીએઆઈના સભ્યોને તેમની વ્યાવસાયિક કામગીરીનું વિસ્તરણ કરવાની તક પ્રદાન કરશે તેવી અપેક્ષા છે અને સાથે સાથે આઇસીએઆઈ ઓમની નાગરિકોને સહાય કરતી અને વ્યાવસાયિક ક્ષમતા વધારતી સંસ્થા બનશે તેવી પણ આશા છે.

આ પ્રકારની પ્રવૃત્તિઓ મારફતે ભારત, ભારતીય નાગરિકો અને ઓમાનની સલ્તનતમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે નોંધપાત્ર શુભેચ્છા વધશે તેવી અપેક્ષા છે. આ એમઓયુ ભારતીય નાગરિકો દ્વારા ભારતમાં રેમિટન્સમાં વધારા તરફ દોરી જશે તેવી અપેક્ષા છે.

ઓમાન સ્થાનિક વ્યાવસાયિક એકાઉન્ટન્સી સંસ્થા ધરાવતો નથી એટલે આઇસીએઆઈએ ઓમાનની સીબીએફએસ સાથે જોડાણ કર્યું છે, જે વ્યાવસાયિક બાબતોમાં ઉપયોગી પુરવાર થશે. આ એમઓયુ અત્યારે ઓમાન અને અન્ય બજારોમાં કાર્યરત ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે તથા ઓમાનમાં પોતાના વ્યવસાયને હાથ ધરવા જવા ઇચ્છતા ભારતીય વ્યાવસાયિકો માટે હકારાત્મક અસર કરશે તેવી અપેક્ષા છે. આ રીતે ઓમાનની સલ્તનતમાં ભારતીય વ્યાવસાયિકો માટે રોજગારીની વધુ તકો ઊભી કરશે તેવી અપેક્ષા છે.

પૃષ્ઠભૂમિ:

આઇસીએઆઈ ભારતના સંસદના કાયદા દ્વારા સ્થાપિત બંધારણીય સંસ્થા છે. ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયનું નિયમન કરવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ધારો, 1949 બનાવવામાં આવ્યો છે. સીબીએફએસ સરકારી સંસ્થા છે, જેની સ્થાપના ઓમાનની સલ્તનતના શાહી ફરમાન દ્વારા થઈ છે, જેનો ઉદ્દેશ બેંકર્સને શિક્ષણ અને તાલીમ આપવાનો છે તથા બેંકિંગ અને નાણાકીય વિષયોમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. તે સેન્ટ્રલ બેંક ઓફ ઓમાનના ન્યાયિક નિરીક્ષણ હેઠળ છે તથા તેને સલ્તનતમાં વાણિજ્યિક બેંકોની કામગીરીનો ટેકો મળ્યો છે. છેલ્લા ત્રણ દાયકા દરમિયાન કોલેજ ઓમાનની વધતી જરૂરિયાતો માટે બનાવવામાં આવેલા શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમો ઓફર કરીને માનવ સંસાધન વિકાસની જરૂરિયાતોને પૂર્ણ કરવા ઓમાનમાં નાણાકીય સેવા ઉદ્યોગને મદદ કરે છે.

TR