Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાના કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાના કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારના લોકોને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.

પીએમઓ ઈન્ડિયાના હેન્ડલે એક્સ પર પોસ્ટ કરી:

“ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિથી દુઃખ થયું છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.

દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi”

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]