પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કનાનાસ્કિસમાં G7 સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લીધો હતો. તેમણે ‘ઊર્જા સુરક્ષા: બદલાતી દુનિયામાં સુલભતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા માટે વૈવિધ્યકરણ, ટેકનોલોજી અને માળખાગત સુવિધા‘ વિષય પર એક સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી માર્ક કાર્નીનો તેમના આમંત્રણ બદલ આભાર માન્યો હતો અને G7ને તેની સફરના 50 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પોતાના સંબોધનમાં, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ઊર્જા સુરક્ષા એ ભાવિ પેઢીઓ સામેના મુખ્ય પડકારોમાંનો એક છે. સમાવેશી વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા વિશે વાત કરતાં, તેમણે કહ્યું કે ઉપલબ્ધતા, સુલભતા, પોષણક્ષમતા અને સ્વીકાર્યતા એ સિદ્ધાંતો છે, જે ઊર્જા સુરક્ષા પ્રત્યે ભારતના અભિગમને આધાર આપે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર હોવા છતાં, તેણે સમયપત્રક પહેલાં પેરિસની પ્રતિબદ્ધતાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ટકાઉ અને હરિત ભવિષ્ય પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા, તેમણે ભાર મૂક્યો કે ભારતે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન, વૈશ્વિક બાયોફ્યુઅલ જોડાણ, મિશન લાઇફ અને વન સન–વન વર્લ્ડ–વન ગ્રીડ જેવી અનેક વૈશ્વિક પહેલો હાથ ધરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને તેમને વધુ મજબૂત બનાવવા હાકલ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વના વિવિધ ભાગોમાં અનિશ્ચિતતા અને સંઘર્ષોએ ગ્લોબલ સાઉથના દેશો પર ખૂબ જ પ્રતિકૂળ અસર કરી છે અને ભારતે ગ્લોબલ સાઉથનો અવાજ વિશ્વ મંચ પર ઉઠાવવાની જવાબદારી લીધી છે. તેમણે ભાર મૂક્યો કે જો આંતરરાષ્ટ્રીય સમુદાય ટકાઉ ભવિષ્ય માટે ગંભીર હોય તો ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને સમજવી વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. સુરક્ષા પડકારો પર ભાર મૂકતા, તેમણે દેશોને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવા હાકલ કરી હતી. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને મજબૂત સમર્થન આપવા બદલ વૈશ્વિક સમુદાયનો આભાર માનતા, તેમણે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલો ફક્ત ભારત પર જ નહીં પરંતુ સમગ્ર માનવતા પર હુમલો છે. તેમણે આતંકવાદને ટેકો આપતા અને પ્રોત્સાહન આપતા દેશો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે આતંકવાદ સાથે વ્યવહાર કરવામાં કોઈ બેવડા ધોરણો ન હોવા જોઈએ અને આતંકવાદને ટેકો આપનારાઓને ક્યારેય પુરસ્કાર ન મળવો જોઈએ. આતંકવાદને માનવતા માટે ગંભીર ખતરો ગણાવતા, પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે વિચાર કરવા માટે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કર્યા:
– શું દેશો આતંકવાદ દ્વારા ઉભા થયેલા ગંભીર ખતરાને ફક્ત ત્યારે જ સમજી શકશે, જ્યારે તેઓ તેનું લક્ષ્ય બનશે?
– આતંકવાદના ગુનેગારો અને તેના પીડિતોને કેવી રીતે સમાન ગણી શકાય?
–શું વૈશ્વિક સંસ્થાઓ આતંકવાદ સામે મૂક પ્રેક્ષક બની રહેશે?
પ્રધાનમંત્રીએ ટેકનોલોજી, AI અને ઉર્જા વચ્ચેના સંબંધ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે કાર્યક્ષમતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે AI એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે, પરંતુ ટેકનોલોજી પોતે જ ઊર્જા સઘન છે અને સ્વચ્છ અને હરિયાળી પહેલ દ્વારા તેને ટકાઉ કેવી રીતે બનાવવું તેની વ્યૂહરચના બનાવવી મહત્વપૂર્ણ છે. ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ભારતના માનવ–કેન્દ્રિત અભિગમ વિશે વિગતવાર જણાવતા, તેમણે કહ્યું કે કોઈપણ ટેકનોલોજી અસરકારક બનવા માટે સામાન્ય લોકોના જીવનમાં મૂલ્ય લાવવું જોઈએ. તેમણે સૂચવ્યું કે AI સંબંધિત વૈશ્વિક શાસન મુદ્દાઓને સંબોધવા એ AI ચિંતાઓને દૂર કરવા અને ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ભાર મૂક્યો કે AI યુગમાં મહત્વપૂર્ણ ખનિજોની સુરક્ષિત અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન હોવી મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે ભારતમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ ગુણવત્તા અને વૈવિધ્યસભર ડેટા જવાબદાર AI માટે મહત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ટેકનોલોજી–સંચાલિત વિશ્વ ટકાઉ ભવિષ્યને સાકાર કરવા માટે દેશો વચ્ચે ગાઢ સહયોગની માંગ કરે છે અને તે પ્રાપ્ત કરવા માટે, લોકો અને ગ્રહને પ્રગતિના કેન્દ્રમાં રાખવું જોઈએ.
સત્રમાં પ્રધાનમંત્રીનું ભાષણ અહીં જોઈ શકાય [લિંક]
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
During the G7 Summit in Canada, had addressed an Outreach Session on ‘The Future of our Energy Security: Diversification, and Strengthening Of Supply Chains.’
— Narendra Modi (@narendramodi) June 18, 2025
Here are some highlights from my address… https://t.co/OkFA8YGmqt