Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રશિયાના નાયબ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા

રશિયાના નાયબ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા


રશિયન ફેડરેશનના નાયબ પ્રધાનમંત્રી, મહામહિમ દિમિત્રી પાત્રુશેવ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

તેમણે કૃષિ, ખાતર, ખાદ્ય પ્રક્રિયા અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિચારોનું આદાનપ્રદાન કર્યું.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને હાર્દિક શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તેઓ 23મી ભારતરશિયા વાર્ષિક સમિટ માટે ભારતમાં તેમનું સ્વાગત કરવા આતુર છે.

SM/DK/GP/JD