Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહામહિમ શ્રીમતી સાને તાકાઈચીને જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહામહિમ સુશ્રી સાને તાકાઈચીને જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા. X પરના તેમના એક સંદેશમાં, પ્રધાનમંત્રી મોદીએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

“સાને તાકાઈચી, જાપાનના પ્રધાનમંત્રી તરીકે તમારી પસંદગી બદલ હાર્દિક અભિનંદન. ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે હું તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું. આપણા ગાઢ સંબંધો ભારત-પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે.

@takaichi_sanae”

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]