Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગોવાના અરપોરામાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના અરપોરામાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે પરિસ્થિતિ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અકસ્માતથી પ્રભાવિત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;

ગોવાના અરપોરામાં બનેલી આગની ઘટના ખૂબ દુઃખદ છે. પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ લોકો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલદીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતજી સાથે પરિસ્થિતિ વિશે વાત કરી. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]