Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી સોમનાથમાં IAFની સૂર્યકિરણ ટીમ દ્વારા અદભૂત ફ્લાયપાસ્ટના સાક્ષી બન્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ અમૃત મહોત્સવના પવિત્ર અવસરે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાયેલા અદભૂત ફ્લાયપાસ્ટનું પ્રદર્શન નિહાળ્યું હતું.

પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે આકાશમાં ગૌરવ અને શૌર્યના ભવ્ય સંગમે સોમનાથ મંદિર પર કેસરિયા અને ત્રિરંગાની આભા ફેલાવી દીધી. શ્રી મોદીએ વધુમાં નોંધ્યું હતું કે ભક્તિ અને શક્તિના આ ભવ્ય દ્રશ્ય અને ભાવનાએ દરેક હૃદયને ઊંડા આનંદથી ભરી દીધું અને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

આજે સોમનાથમાં, આકાશે ગૌરવ અને શૌર્યનો ભવ્ય સંગમ જોયો. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે અદભૂત ફ્લાયપાસ્ટનું પ્રદર્શન કર્યું. ભક્તિ અને શક્તિની આ ભાવનાએ દરેક હૃદયને ઊંડા આનંદથી ભરી દીધું.”

સોમનાથ અમૃત મહોત્સવના પવિત્ર અવસર પર આકાશમાં ગૌરવ અને શૌર્યનો અદભૂત સંગમ જોવા મળ્યો. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણએરોબેટિક ટીમે સોમનાથ મંદિર ઉપર પોતાના ફ્લાયપાસ્ટથી કેસરિયા અને ત્રિરંગાની આભા વિખેરી દીધી. શ્રદ્ધા અને શક્તિના આ દ્રશ્યએ દરેક ભારતીયના મનને ગૌરવથી ભરી દીધું!”

SM/BS/JD