પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. 37,500 કરોડના નાણાકીય ખર્ચ સાથે ‘સરફેસ કોલ/લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સના પ્રમોશન માટેની યોજના‘ ને મંજૂરી આપી છે.
આ યોજના ભારતની કોલસા/લિગ્નાઈટ ગેસિફિકેશન યોજનાને વેગ આપવા, 2030 સુધીમાં 100 મિલિયન ટન (MT) કોલસાના ગેસિફિકેશનના રાષ્ટ્રીય લક્ષ્યને આગળ વધારવા, ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને એલએનજી (LNG) (50% થી વધુ આયાત), યુરિયા (~20% આયાત), એમોનિયા (~100% આયાત), અને મેથેનોલ (~80-90% આયાત) જેવી મુખ્ય પ્રોડક્ટ્સની આયાત પર નિર્ભરતા ઘટાડવા તરફનું એક મોટું પગલું છે.
એક મહત્વપૂર્ણ સહવર્તી સુધારામાં, સરકારે નોન-રેગ્યુલેટેડ સેક્ટર (NRS) લિંકેજ હરાજી માળખામાં “પ્રોડક્શન ઓફ સિનગેસ લીડિંગ ટુ કોલ ગેસિફિકેશન” (Production of Syngas leading to Coal Gasification) સબ-સેક્ટર હેઠળ કોલ લિંકેજની મુદત 30 વર્ષ સુધી લંબાવી છે, જે કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સમાં રોકાણ માટે લાંબા ગાળાની નીતિગત નિશ્ચિતતા પૂરી પાડે છે.
યોજનાની મુખ્ય વિશેષતાઓ:
વ્યૂહાત્મક અને આર્થિક લાભો:
પૃષ્ઠભૂમિ:
ભારત વિશ્વનો સૌથી મોટો કોલસાનો ભંડાર (~401 અબજ ટન) અને લિગ્નાઈટ ભંડાર (~47 અબજ ટન) ધરાવે છે. દેશના ઊર્જા મિશ્રણમાં કોલસાનો હિસ્સો 55% થી વધુ છે. ગેસિફિકેશન કોલસા/લિગ્નાઈટને ‘સિન્થેસિસ ગેસ‘ (સિનગેસ) માં પરિવર્તિત કરે છે, જે સ્થાનિક રીતે ઇંધણ અને રસાયણો બનાવવા માટે બહુમુખી કાચો માલ (feedstock) છે, જે ભારતને ઉચ્ચ મૂલ્યની આયાત ઘટાડવામાં અને વૈશ્વિક સપ્લાય વિક્ષેપો તથા ભાવની અસ્થિરતાથી પોતાને સુરક્ષિત કરવામાં સક્ષમ બનાવે છે.
મુખ્ય અવેજી ઉત્પાદનો એલએનજી, યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયા, કોકિંગ કોલસો, મેથેનોલ, ડીએમઈ (DME) અને અન્ય માટે ભારતનું આયાત બિલ નાણાકીય વર્ષ 2025 માં આશરે રૂ. 2.77 લાખ કરોડ હતું, જે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે વધુ સંવેદનશીલ બન્યું છે.
નેશનલ કોલ ગેસિફિકેશન મિશન (2021) અને જાન્યુઆરી 2024 માં મંજૂર કરાયેલી રૂ. 8,500 કરોડની યોજના (જે હેઠળ રૂ. 6,233 કરોડના 8 પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે) પર આધારિત, આ નવી યોજના નોંધપાત્ર રીતે વધારેલા સમર્થન સાથે આ ગતિને આગળ ધપાવે છે.
IJ/DK/JD
The scheme for Promotion of Surface Coal/Lignite Gasification Projects that has been cleared by the Cabinet will further energy security, boost investment and create job opportunities for the youth. It will add strength to our efforts to strengthen the tech and innovation system…
— Narendra Modi (@narendramodi) May 13, 2026