Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રશિયાના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી


રશિયન ફેડરેશનના વિદેશ મંત્રી, મહામહિમ શ્રી સર્ગેઈ લેવરોવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

વિદેશ મંત્રી લેવરોવે પ્રધાનમંત્રીને 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે ડિસેમ્બર 2025માં બંને નેતાઓની બેઠક બાદ દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા.

વિદેશ મંત્રી લેવરોવ અને પ્રધાનમંત્રીએ યુક્રેન અને પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આગળ વધવા માટેના શ્રેષ્ઠ માર્ગ તરીકે સંવાદ અને મુત્સદ્દીગીરીના પક્ષમાં ભારતના સતત વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વિદેશ મંત્રી લેવરોવને રાષ્ટ્રપતિ પુતિનને તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવવા વિનંતી કરી હતી.

IJ/DK/JD