પીએમઇન્ડિયા
|
ક્રમ |
MoU/કરાર |
ઉદ્દેશ્યો |
|
1. |
ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (ISPRL) અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC) વચ્ચે વ્યૂહાત્મક સહયોગ અંગે MoU |
(a) વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં સુવિધાઓમાં તેની ભાગીદારી દ્વારા અને ચંદીખોલ, ઓડિશામાં અનામત (રિઝર્વ) સુવિધાઓના વિકાસ સહિત ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતમાં 30 મિલિયન બેરલ સુધીના સંભવિત ADNOC ક્રૂડ ઓઇલનો સંગ્રહ.
(b) ભારતીય વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતના ભાગરૂપ બનવા માટે ફુજૈરાહ, UAE માં ક્રૂડ ઓઇલનો સંભવિત સંગ્રહ;
(c) ભારતમાં લિક્વિડ નેચરલ ગેસ (LNG) અને લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સંગ્રહ સુવિધાઓમાં સંભવિત સહયોગ |
|
2. |
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ના પુરવઠા પર ઇન્ડિયન ઓઇલ લિમિટેડ (IOCL) કંપની અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC) વચ્ચે વ્યૂહાત્મક સહયોગ કરાર |
LPGના વેચાણ અને ખરીદીમાં સંભવિત તકો અન્વેષણ, જેમાં LPG ના લાંબા ગાળાના પુરવઠા અને ADNOC ગેસ લિમિટેડ અને IOCL વચ્ચે લાંબા ગાળાના LPG વેચાણ અને ખરીદી કરારમાં પ્રવેશવાનો સમાવેશ થાય છે. |
|
3. |
વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માટેનું માળખું |
સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ, નવીનતા અને અદ્યતન ટેકનોલોજી, તાલીમ, કવાયત, શિક્ષણ અને સિદ્ધાંત, વિશેષ કામગીરી અને ઇન્ટરઓપરેબિલિટી, દરિયાઇ સુરક્ષા, સાયબર સંરક્ષણ, સુરક્ષિત સંચાર અને માહિતી વિનિમય માટેનું વ્યૂહાત્મક માળખું. |
|
4. |
વાડિનાર ખાતે શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા અંગે કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) અને ડ્રાયડોક્સ વર્લ્ડ (DDW) વચ્ચે MoU |
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મેરિટાઇમ ડેવલપમેન્ટ ફંડ સ્કીમ હેઠળ ઓફશોર ફેબ્રિકેશન સહિત વાડિનાર ખાતે શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા માટે સહયોગ. |
|
5. |
શિપ રિપેરમાં કૌશલ્ય વિકાસ અંગે કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL), ડ્રાયડોક્સ વર્લ્ડ (DDW) અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મેરિટાઇમ એન્ડ શિપબિલ્ડિંગ (CEMS) વચ્ચે MoU |
આ ત્રિપક્ષીય કરાર કુશળ દરિયાઈ કાર્યબળને એકત્ર કરવા, તાલીમ આપવા અને રોજગારી આપવા માટેનું એક માળખું સ્થાપિત કરે છે. આ MoUનો ઉદ્દેશ્ય ભારતીય દરિયાઈ કાર્યબળની ક્ષમતાઓને વધારવાનો અને ભારતને કુશળ શિપબિલ્ડિંગ અને શિપ રિપેર વ્યાવસાયિકો માટેના હબ તરીકે સ્થાપિત કરવાનો છે. |
|
6. |
CDAC, ભારત અને G-42, UAE વચ્ચેની ભાગીદારીમાં 8 એક્ઝાફ્લોપ સુપર કમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપવા માટેની ટર્મ શીટ |
AI મિશન ઇન્ડિયાના ભાગ રૂપે સુપર કમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપવા માટે CDAC અને G-42 વચ્ચે સહયોગ માટે માર્ગ મોકળો કરવો. |
|
જાહેરાત |
||
|
7. |
UAE થી ભારતમાં રોકાણ |
(i) અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) અને ભારતના નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં 1 અબજ યુએસ ડોલર સુધીના રોકાણની શક્યતાઓ શોધશે.
(ii) એમિરેટ્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક (ENBD) ભારતીય RBL બેંકમાં 3 અબજ યુએસ ડોલરનું રોકાણ કરશે.
(iii) ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની ભારતીય સન્માન કેપિટલમાં 1 અબજ યુએસ ડોલરનું રોકાણ કરશે. |
IJ/BS/JD