Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા

પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ધ હેગમાં એક ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં હાજરી આપી હતી. આગમન પર, નેધરલેન્ડ્સમાં ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી ભારતીયો) અને ભારતના મિત્રોના એક વિશાળ સભા દ્વારા તેમનું ઉષ્માભર્યું અને ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

સભાને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ ઉત્સાહપૂર્ણ અને રંગારંગ સ્વાગત બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ડચ સોસાયટી (સમાજ) માં તેમના યોગદાન માટે અને ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મિત્રતાના જીવંત સેતુ તરીકે સેવા આપવા બદલ ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી હતી. તેમણે ભારત સાથે સુરીનામી-હિન્દુસ્તાની સમુદાયના ઊંડા અને સ્થાયી ઐતિહાસિક સંબંધોને પણ યાદ કર્યા હતા, અને પેઢી દર પેઢી તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેની ઉજવણી કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ડચ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા, ખાસ કરીને ઇનોવેશન-આધારિત (નવીનતા-સંચાલિત) ક્ષેત્રોમાં, બંને દેશો વચ્ચેની સમકાલીન ભાગીદારીને મજબૂત બનાવી રહી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે રમતગમતના જોડાણો, ખાસ કરીને ક્રિકેટ અને હોકી, બંને દેશો વચ્ચેના ગાઢ લોકો-થી-લોકોના સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે નેધરલેન્ડ્સ સાથે દ્વિપક્ષીય સહયોગ સતત વિસ્તરી રહ્યો છે, જેમાં ટેક્નોલોજી અને ઇનોવેશન મુખ્ય ફોકસ ક્ષેત્રો તરીકે ઉભરી રહ્યા છે. તેમણે બંને દેશો વચ્ચેના મજબૂત અને વધતા જતા વ્યાપાર અને આર્થિક સંબંધો પર ભાર મૂક્યો હતો, અને નોંધ્યું હતું કે નેધરલેન્ડ્સ યુરોપમાં ભારતના સૌથી મોટા નિકાસ ગંતવ્યોમાંનું એક છે અને તેના અગ્રણી રોકાણ ભાગીદારોમાંનું એક છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત-EU મુક્ત વ્યાપાર કરાર (India-EU Free Trade Agreement) બંને પક્ષો માટે નવી તકો ખોલશે.

પ્રધાનમંત્રીએ 2047 સુધીમાં વિકસિત દેશ – વિકસિત ભારત બનવાના ઉદ્દેશ્ય સાથે ભારતમાં થઈ રહેલી વૃદ્ધિ અને પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, કલીન એનર્જી (સ્વચ્છ ઊર્જા) અને ડિજિટલ સિસ્ટમ્સમાં વ્યાપક પ્રગતિ દ્વારા ભારતમાં ચાલી રહેલા પરિવર્તનના સ્કેલ અને ગતિની નોંધ લીધી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક વૃદ્ધિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવાની સાથે આત્મવિશ્વાસપૂર્વક પોતાનું ભવિષ્ય ઘડી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ સમુદાયને આશ્વાસન આપ્યું હતું કે ભારત સરકાર વિદેશમાં રહેતા દરેક ભારતીયની પાછળ મજબૂતીથી ઉભી છે અને તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે તેમને નેધરલેન્ડ્સમાં તેમના અનુભવનો લાભ ઉઠાવીને વિકસિત ભારતની સફરમાં સક્રિયપણે યોગદાન આપવા આહવાન કર્યું હતું.

નેધરલેન્ડ્સ મેઇનલેન્ડ યુરોપમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય મૂળના લોકોનું ઘર છે, જેમાં સુરીનામી-હિન્દુસ્તાની સમુદાયના આશરે 200,000 સભ્યોનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં, તેમણે સુરીનામી-હિન્દુસ્તાની ડાયસ્પોરા માટે 4 થી પેઢીથી 6 ઠ્ઠી પેઢી સુધી OCI પાત્રતામાં કરવામાં આવેલા ઉદારીકરણ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીનું સંપૂર્ણ સંબોધન અહીં [Link] જોઈ શકાશે.

IJ/NP/JD