પીએમઇન્ડિયા
યોર એક્સેલન્સી નોર્વેના પ્રધાનમંત્રી, બંને દેશોના ડેલિગેટ્સ, મીડિયાના સાથીઓ, નમસ્કાર!
નોર્વેની યાત્રા કરીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. આ દેશ નેચર (પ્રકૃતિ) અને હ્યુમન પ્રોગ્રેસ (માનવ પ્રગતિ) વચ્ચે હાર્મની (સામંજસ્ય) નું એક સુંદર ઉદાહરણ છે.
સૌથી પહેલા, હું પ્રધાનમંત્રીજીનો આ આત્મીયતાભર્યા સ્વાગત માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આવતીકાલે નોર્વેના કોન્સ્ટિટ્યુશન ડે (બંધારણ દિવસ) ના મહત્વપૂર્ણ અવસરે, હું વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરફથી, નોર્વે જેવા સુદ્રઢ અને જીવંત લોકતંત્રની જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
હું ગત વર્ષે નોર્વે આવવાનો હતો, પરંતુ પહલગામમાં થયેલા આતંકી હુમલાના કારણે તે યાત્રા સ્થગિત કરવી પડી હતી. તે કઠિન સમયમાં નોર્વેએ આતંકવાદ વિરુદ્ધ ભારતની સાથે મજબૂતાઈથી ઊભા રહીને સાચી મિત્રતાનો પરિચય આપ્યો હતો. આજે જ્યારે હું નોર્વે આવ્યો છું, તો હું તે સોલિડારિટી (એકતા) માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
સાથીઓ,
આજે વિશ્વ એક અસ્થિરતા અને અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. યુક્રેન હોય કે વેસ્ટ એશિયા (પશ્ચિમ એશિયા), દુનિયાના કેટલાય ભાગોમાં સંઘર્ષની સ્થિતિ બનેલી છે. એવામાં, ભારત અને યુરોપ, પોતાના સંબંધોના એક નવા સુવર્ણ યુગમાં પ્રવેશ કરી રહ્યા છે.
ગયા વર્ષે, ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશને એક ઐતિહાસિક વેપાર અને આર્થિક ભાગીદારી કરાર અમલમાં મૂક્યો હતો. આ કરાર ભારત અને નોર્વે વચ્ચે સહિયારી પ્રગતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક બ્લુપ્રિન્ટ તરીકે કામ કરે છે. આ કરાર આગામી પંદર વર્ષોમાં ભારતમાં $100 બિલિયનનું રોકાણ અને દસ લાખ રોજગારીનું સર્જન કરવાનો લક્ષ્યાંક નક્કી કરે છે. આજે, અમે બંનેએ આ કરારના વચનને વાસ્તવિક પરિણામોમાં પરિવર્તિત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
સાથીઓ,
આજે આપણે ભારત-નોર્વે સંબંધોને, એક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ (હરિત વ્યૂહાત્મક ભાગીદારી)નું સ્વરૂપ આપી રહ્યા છીએ. આ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપથી, ક્લીન એનર્જી (સ્વચ્છ ઊર્જા) થી લઈને ક્લાયમેટ રિઝિલિયન્સ (હવામાન સ્થિતિસ્થાપકતા), બ્લુ ઇકોનોમીથી લઈને ગ્રીન શિપિંગ, દરેક ક્ષેત્રમાં ભારતની સ્કેલ, સ્પીડ અને ટેલેન્ટને, નોર્વેની ટેકનોલોજી અને કેપિટલ (મૂડી) ની સાથે જોડીને, આપણી કંપનીઓ ગ્લોબલ સોલ્યુશન્સ (વૈશ્વિક સમાધાનો) ડેવલપ (વિકસિત) કરશે.
સાથીઓ,
રિસર્ચ, એજ્યુકેશન, અને ઇનોવેશન પણ, આપણા સંબંધોના મજબૂત પિલર્સ (સ્તંભો) બની રહ્યા છે. આજે આપણે સસ્ટેનેબિલિટી (શાશ્વતતા), ઓશન એનર્જી (સમુદ્ર ઊર્જા), જીઓલોજી અને હેલ્થ (સ્વાસ્થ્ય) જેવા ક્ષેત્રોમાં, રિસર્ચ કો-ઓપરેશન (સંશોધન સહયોગ) વધારવા પર સહમતિ બનાવી.
અમે એન્જિનિયરિંગ, AI, સાયબર સુરક્ષા અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં અમારી યુનિવર્સિટીઓ અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ્સને એકીકૃત કરીને અમારી ભાગીદારીને ભવિષ્ય માટે તૈયાર બનાવીશું. કૌશલ્ય વિકાસ અને પ્રતિભા ગતિશીલતામાં અમારો સહયોગ પણ વધુ વ્યાપક બનવા માટે તૈયાર છે.
સાથીઓ,
નોર્વે આર્કટિક રીજન (આર્કટિક ક્ષેત્ર) નો એક મહત્વપૂર્ણ દેશ છે. આર્કટિક અને પોલાર રિસર્ચ (ધ્રુવીય સંશોધન) માં આપણો લાંબા સમયથી સહયોગ રહ્યો છે. ભારતના આર્કટિક રિસર્ચ સ્ટેશન “હિમાદ્રી” ના ઓપરેશન (સંચાલન) માટે આપણે નોર્વેના આભારી છીએ. ઇસરો (ISRO) અને નોર્વે સ્પેસ એજન્સી વચ્ચે આજે થઈ રહેલો MoU, આપણા સ્પેસ કો-ઓપરેશન (અંતરીક્ષ સહયોગ) ને પણ નવા આયામ આપશે.
આ તમામ ક્ષેત્રોમાં ઊંડા સહયોગથી આપણા સાયન્ટિસ્ટ્સ (વૈજ્ઞાનિકો), ક્લાયમેટ ચેન્જ (હવામાન પરિવર્તન) ને સમજવા, ફ્રેઝાઈલ (નાજુક) ઇકોસિસ્ટમને પ્રોટેક્ટ (સુરક્ષિત) કરવા, અને હ્યુમન (માનવ) ફ્યુચરને સિક્યોર (સુરક્ષિત) કરવામાં યોગદાન આપશે.
સાથીઓ,
ભારત અને નોર્વેની ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, સમગ્ર વિશ્વ માટે લાભદાયક રહેશે. આપણને ખૂબ જ ખુશી છે કે નોર્વે આજે, ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવથી જોડાઈ રહ્યું છે.
બે મોટા મેરિટાઇમ (દરિયાઈ) દેશ હોવાના નાતે, આપણે સાથે મળીને મરીન ઇકોનોમી, મેરિટાઇમ સિક્યોરિટી (દરિયાઈ સુરક્ષા) અને કેપેસિટી બિલ્ડિંગ (ક્ષમતા નિર્માણ) માં સહયોગને મજબૂત કરીશું. આજે આપણે ટ્રાયએન્ગ્યુલર ડેવલપમેન્ટ કો-ઓપરેશન એગ્રીમેન્ટ (ત્રિકોણીય વિકાસ સહયોગ કરાર) કર્યો છે. હવે આપણે મળીને ગ્લોબલ સાઉથ (વૈશ્વિક દક્ષિણ) ના દેશોમાં, ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સથી, હ્યુમન ડેવલપમેન્ટ (માનવ વિકાસ) માં યોગદાન આપીશું.
સાથીઓ,
ભારત અને નોર્વે, બંને, રૂલ્સ બેઝ્ડ ઓર્ડર (નિયમો આધારિત વ્યવસ્થા), ડાયલોગ અને ડિપ્લોમસીમાં વિશ્વાસ રાખે છે. અમે એકમત છીએ કે મિલિટરી કોન્ફ્લિક્ટ (સૈન્ય સંઘર્ષ)થી કોઈ પણ મુદ્દાનું સમાધાન નીકળી શકે નહીં. યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, આપણે સંઘર્ષની ઝડપી સમાપ્તિ અને શાંતિના પ્રત્યેક પ્રયાસનું સમર્થન કરીએ છીએ અને સમર્થન કરતા રહીશું.
અમે આ વાત પર પણ એકમત છીએ, કે વધી રહેલા ગ્લોબલ ચેલેન્જીસ (વૈશ્વિક પડકારો) ના સમાધાન માટે ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન્સનું રિફોર્મ અનિવાર્ય છે. અને ટેરરિઝમના દરેક સ્વરૂપને જડમાંથી સમાપ્ત કરવું એ આપણી સહિયારી પ્રતિબદ્ધતા છે.
એક્સેલન્સી,
આર્કટિકથી આઉટર સ્પેસ (બાહ્ય અંતરીક્ષ) સુધી, ગ્રીન શિપિંગથી બ્લુ ઇકોનોમી સુધી, એનર્જી સિક્યોરિટી (ઊર્જા સુરક્ષા) થી લઈને ફૂડ સિક્યોરિટી સુધી, આપણો સહયોગ નવા ફ્રન્ટિયર્સને સ્પર્શી રહ્યો છે. આવો આપણે પોતાની ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના માધ્યમથી, એક ટ્રસ્ટેડ (વિશ્વસનીય), ફ્યુચરિસ્ટિક અને લોન્ગ-ટર્મ પાર્ટનરશિપનો નવો અધ્યાય લખીએ.
આપનો ખૂબ-ખૂબ આભાર.
IJ/BS/JD
\Addressing the joint press meet with PM Jonas Gahr Støre of Norway.@jonasgahrstore https://t.co/gSOQw8Ismc
— Narendra Modi (@narendramodi) May 18, 2026
मैं पिछले वर्ष नॉर्वे आने वाला था, लेकिन पहलगाम में हुए आतंकी हमले के कारण वह यात्रा स्थगित करनी पड़ी।
— PMO India (@PMOIndia) May 18, 2026
उस कठिन समय में Norway ने आतंकवाद के विरुद्ध भारत के साथ मजबूती से खड़े होकर सच्ची मित्रता का परिचय दिया।
आज जब मैं Norway आया हूँ, तो मैं उस solidarity के लिए हृदय से आभार…
पिछले वर्ष, भारत और यूरोपियन फ्री ट्रैड एसोसिएशन ने, एक ऐतिहासिक trade and economic partnership agreement लागू किया।
— PMO India (@PMOIndia) May 18, 2026
यह अग्रीमन्ट भारत और नॉर्वे के बीच, shared progress और prosperity सुनिश्चित करने का blueprint है: PM @narendramodi
हमे बहुत खुशी है कि नॉर्वे आज, Indo-Pacific oceans initiative से जुड़ रहा है।
— PMO India (@PMOIndia) May 18, 2026
दो बड़े maritime देश होने के नाते, हम साथ मिलकर marine economy, maritime security और capacity building में सहयोग को मजबूत करेंगे: PM @narendramodi
भारत और नॉर्वे, दोनों, rules based order, dialogue और diplomacy में विश्वास रखते हैं।
— PMO India (@PMOIndia) May 18, 2026
हम एकमत हैं कि, केवल military conflict से किसी भी मुद्दे का समाधान नहीं निकल सकता।
यूक्रेन हो या पश्चिमी एशिया, हम संघर्ष की शीघ्र समाप्ति और शांति के हर प्रयास का समर्थन करते रहेंगे: PM…
हम इस बात पर भी एकमत हैं कि बढ़ते हुए global challenges के समाधान के लिए Global institutions का reform अनिवार्य है।
— PMO India (@PMOIndia) May 18, 2026
और terrorism के हर रूप को जड़ से समाप्त करना हमारी साझी प्रतिबद्धता है: PM @narendramodi