Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે ભારત-ઇટાલી સંબંધો પર એક સંયુક્ત લેખ લખ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે તેમણે ઇટાલીના પ્રધાનમંત્રી શ્રીમતી જ્યોર્જિયા મેલોની સાથે એક  લેખ લખ્યો છે, જેમાં ભારત અને ઇટાલી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો કેવી રીતે એક નિર્ણાયક તબ્બકા પર પહોંચ્યા છે તેની વિગતો આપવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચેનો સંબંધ ખાસ વ્યૂહાત્મક ભાગીદારીછે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે આ મજબૂત સંબંધ મુખ્યત્વે નવીનતા, સમાન લોકશાહી મૂલ્યો અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણ પર આધારિત છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મેં પ્રધાનમંત્રી મેલોની સાથે એક લેખ લખ્યો છે, જેમાં ભારત અને ઇટાલીના સંબંધો કેવી રીતે એક નિર્ણાયક તબ્બકા પર પહોંચ્યા છે તેની વિગતો આપવામાં આવી છે. અમારી ભાગીદારી એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીછે, જે નવીનતા, સમાન લોકશાહી મૂલ્યો અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણ પર આધારિત છે.”

 

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com