Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર સૌને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોની પ્રશંસા કરીને સૌને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આ દિવસ પર્યાવરણના રક્ષણ અને ટકાઉ વિકાસને આગળ ધપાવવા માટેની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરવાનું કામ કરે છે, જે છેલ્લા એક દાયકામાં સરકારની અસંખ્ય પહેલોને રેખાંકિત કરે છે જેણે હરિયાળા વિસ્તારનો વિસ્તાર કર્યો છે અને પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓની વસ્તીમાં વધારો કર્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતના લોકોએ દર્શાવ્યું છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસો, મજબૂત નીતિઓ, વિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે ભારત પોતાની જૈવિક વિવિધતા પર ઘણો ગર્વ અનુભવે છે, જે વિવિધ જીવસૃષ્ટિ દ્વારા અસંખ્ય પ્રજાતિઓ અને આજીવિકાને ટેકો આપે છે.

ખાસ પ્રજાતિઓના પુનરુત્થાનમાં નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ), સ્નો લેપર્ડ, રીંછ (સ્લોથ બેર) અને ચિત્તાઓ માટેના સંરક્ષણ પ્રયાસો એક ઝલક આપે છે કે કેવી રીતે સતત પ્રતિબદ્ધતા વન્યજીવો અને જીવસૃષ્ટિને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ‘એક પેડ મા કે નામજેવી પહેલોએ દર વર્ષે આશરે 1.1 લાખ હેક્ટર વન ઉમેરવાની દિશામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

શ્રી મોદીએ ખાતરી આપી હતી કે ‘વન અર્થ, વન ફેમિલી એન્ડ વન ફ્યુચરના સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન મેળવીને, ભારત મિશન LiFEની ભાવના દ્વારા વધુ સ્વચ્છ, હરિયાળા અને વધુ ટકાઉ ગ્રહ તરફ કામ કરવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઊંડી સાંસ્કૃતિક નૈતિકતા પરંપરાગત ભારતીય જ્ઞાનમાં સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે, અને પર્યાવરણીય કારભારીના સંદેશને મજબૂત કરવા માટે એક પવિત્ર સંસ્કૃત સુભાષિત શેર કર્યું હતું.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

“વિશ્વ પર્યાવરણ દિવસ પર સૌને શુભેચ્છાઓ. હું પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોની પ્રશંસા કરવા માંગુ છું. આપણી પર્યાવરણની રક્ષા કરવા અને ટકાઉ હોય તેવા વિકાસને આગળ ધપાવવાની આપણી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરવાનો આ દિવસ છે. છેલ્લા એક દાયકામાં આપણી સરકાર દ્વારા કરવામાં આવેલા અસંખ્ય પ્રયાસો આ દિશામાં આપણા કાર્યને રેખાંકિત કરે છે. ભારતની કેટલીક મુખ્ય સફળતાઓમાં હરિયાળા વિસ્તારનો વિસ્તાર અને કેટલાક પ્રાણીઓની વસ્તીમાં વધારો સામેલ છે. ભારતના લોકોએ બતાવ્યું છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસો, નીતિઓ, વિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા આપણા પર્યાવરણને સુધારી શકે છે.”

“આપણે ભારતમાં આપણી જૈવિક વિવિધતા પર ખૂબ ગર્વ અનુભવીએ છીએ. આપણી વિવિધ જીવસૃષ્ટિ અસંખ્ય પ્રજાતિઓ અને આજીવિકાને ટેકો આપે છે. ખાસ પુનરુત્થાનમાં આપણા પ્રયાસો પણ નોંધપાત્ર રહ્યા છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, સ્નો લેપર્ડ, રીંછ અને ચિત્તાઓ માટેના સંરક્ષણ પ્રયાસોએ એક ઝલક આપી છે કે કેવી રીતે સતત પ્રતિબદ્ધતા વન્યજીવો અને જીવસૃષ્ટિને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. ‘એક પેડ મા કે નામજેવી પહેલોએ દર વર્ષે આશરે 1.19 લાખ હેક્ટર વન ઉમેરવાની દિશામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.”

“‘વન અર્થ, વન ફેમિલી એન્ડ વન ફ્યુચરના સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન મેળવીને, આપણે મિશન LiFEની ભાવના દ્વારા વધુ સ્વચ્છ, હરિયાળા અને વધુ ટકાઉ ગ્રહ તરફ કામ કરવાનું ચાલુ રાખીશું.”

પ્રકૃતિનું સંરક્ષણ એ ફક્ત એક જવાબદારી જ નથી, પણ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અભિન્ન ભાગ પણ છે.

मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः।

माध्वीर्नः सन्त्वोषधीः॥

આપણી આસપાસ હવા આનંદદાયક અને ફાયદાકારક રીતે વહે, નદીઓ જીવન આપનારૂં અને પોષણક્ષમ પાણી પૂરું પાડે, અને ઔષધિઓ તથા વનસ્પતિઓ તમામ જીવો માટે સ્વાસ્થ્ય અને સુખાકારી લાવે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com