પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં એક ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યું છે.
શ્રી મોદીએ પીએમએનઆરએફ (PMNRF)માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50000ની એક્સ-ગ્રેશિયા (સહાય) આપવાની પણ જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું:
ગુજરાતના અમદાવાદમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે જાનહાનિ વિશે સાંભળીને અત્યંત દુઃખ થયું છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યું છે.
પીએમએનઆરએફ (PMNRF)માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને ₹2 લાખની એક્સ-ગ્રેશિયા સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને ₹50000 આપવામાં આવશે: PM @narendramodi
Extremely saddened to hear about the loss of lives due to a mishap at a fireworks factory in Ahmedabad, Gujarat. My thoughts are with the bereaved families in this hour of grief. Praying for the speedy recovery of the injured. The local administration is providing all possible…
— PMO India (@PMOIndia) July 18, 2026
SM/NP/JD