પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલુ પશ્ચિમ એશિયા સંઘર્ષના સંદર્ભમાં સ્થિતિ અને વિવિધ મંત્રાલયો તથા વિભાગો દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરવા માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ મુદ્દા પર આ 4થી વિશેષ CCS બેઠક હતી.
કેબિનેટ સચિવે CCS ને વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા. તેમણે LNG/LPG અને ખાતર સહિત પેટ્રોલિયમ પેદાશોનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલી પહેલો વિશે વાત કરી. તેમણે કહ્યું કે LPG ની ખરીદી માટેના સ્ત્રોતોમાં પહેલેથી જ વિવિધતા લાવવામાં આવી છે અને મુખ્ય પેટ્રોલિયમ પેદાશોનો એકંદર સ્ટોક અને પુરવઠાની સ્થિતિ પૂરતી રહે છે. પર્યાપ્ત અપરિષ્કૃત તેલ (ક્રૂડ ઓઇલ) ની ઉપલબ્ધતાએ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (CPSE) રિફાઇનરીઓને 100% થી વધુ ઉપયોગના સ્તરે કાર્યરત કરવા સક્ષમ બનાવી છે, જે પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોનું સતત ઉત્પાદન સુનિશ્ચિત કરે છે. પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) જોડાણોને વિસ્તારવા માટે પણ પહેલ કરવામાં આવી છે જેના પરિણામે PNG જોડાણોમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકાર નેશનલ ગેસ ગ્રીડના વિસ્તરણ, LNG આયાત અને પુનઃગેસીકરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિસ્તરણ અને પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર્ડર, 2026 હેઠળ સમયબદ્ધ પાઇપલાઇન અને લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી મંજૂરીઓ દ્વારા LPG ના ઔદ્યોગિક વિકલ્પને પણ સુગમ બનાવી રહી છે.
બેઠક દરમિયાન, આગામી રવિ સીઝન માટે ખાતરની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ખાતરના વૈકલ્પિક સ્ત્રોતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાતરનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવે.
સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક તેમજ વિદેશી ફ્લેગવાળા જહાજો પર સેવા આપતા દરિયાઇ નાવિકો (seafarers) ની સ્થિતિ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ નાવિકો અને તેમના પરિવારોને સમયસર માહિતી, આપાતકાલીન સહાય અને કાઉન્સેલિંગ પૂરી પાડવા માટે એક મિકેનિઝમ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે નાગરિકો તેમજ ભારતીય ડાયસ્પોરાને આ સંઘર્ષની અસરથી બચાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ઊર્જા આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે, સૌર ઊર્જા અને અન્ય બિન-અશ્મિભૂત-બળતણ આધારિત સ્ત્રોતો સહિત પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો પર ભાર મૂકવો જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે કટોકટીના કારણે ઊભેલા પડકારોને પહોંચી વળવા માટે સમગ્ર સરકારના અભિગમ (whole of government approach) ને અપનાવવાનું ચાલુ રાખવું જોઈએ. તેમણે કહ્યું કે નાગરિકોના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાંનો ઝડપી અમલ સુનિશ્ચિત કરવા માટે તમામ ઘટનાક્રમોની નિયમિત દેખરેખ માટે એકીકૃત અને સમન્વયિત મિકેનિઝમ બનાવવામાં આવે.
SM/JD
Earlier today, chaired a meeting of the CCS to review the situation in the wake of the ongoing happenings in West Asia. Discussed various issues pertaining to the welfare of people and ensuring uninterrupted supply of key items.https://t.co/pNn7Ar6NXg
— Narendra Modi (@narendramodi) July 30, 2026