પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનની તેમની મુલાકાત પહેલાં ત્યાંના યુવા મિત્રોના ઉત્સાહ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમનો ઉત્સાહ દર્શાવતો એક વીડિયો શેર કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેમને હિન્દીમાં આટલી સુંદર રીતે પોતાની વાત રજૂ કરતા જોવા ખાસ કરીને હૃદયસ્પર્શી હતા.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“હું મારી ઉઝબેકિસ્તાન મુલાકાત શરૂ કરવાનો છું, ત્યારે આ વીડિયોમાં સુંદર રીતે રજૂ થયેલા મારા ઉઝબેકિસ્તાનના યુવા મિત્રોના ઉત્સાહને જોઈને મને ખૂબ જ આનંદ થયો છે.
આ બાબતને જે વધુ ખાસ બનાવે છે તે એ છે કે તેઓએ આ હિન્દીમાં કર્યું છે અને ખૂબ જ સરસ રીતે કર્યું છે!”
As I am about to begin my Uzbekistan visit, I am very happy to see the enthusiasm of my young friends from Uzbekistan, beautifully expressed in this video.
What makes it even more special is the fact that they did it in Hindi and they did it so well! pic.twitter.com/7OReBVEfDB
— Narendra Modi (@narendramodi) August 29, 2026
SM/NP/JD