Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 5મી સપ્ટેમ્બરના રોજ શ્રી રામ કોલેજ ઓફ કોમર્સની શતાબ્દી ઉજવણીમાં ભાગ લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)ની શતાબ્દી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત પ્રજાજનોને પણ સંબોધિત કરશે.

દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ, ભારતની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓમાંની એક છે અને વાણિજ્ય, અર્થશાસ્ત્ર અને વ્યવસ્થાપનના ક્ષેત્રોમાં શીખવાનું એક વિશિષ્ટ કેન્દ્ર છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પરોપકારી સર શ્રી રામ દ્વારા 1926 માં સ્થપાયેલી આ કોલેજે, એક સદી દરમિયાન, વિદ્વાનો, વ્યાવસાયિકો, વહીવટકર્તાઓ, સાહસિકો, નીતિ નિર્માતાઓ અને રાષ્ટ્ર નિર્માતાઓની પેઢીઓનું ઘડતર કર્યું છે.

SM/NP/JD