Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જર્મનીના ચાન્સેલર તરફથી ટેલિફોન કોલ મળ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર, મહામહિમ ફ્રેડરિક મર્ઝ તરફથી ટેલિફોન કોલ આવ્યો હતો.

આ વર્ષે ભારત અને જર્મની મુત્સદ્દીગીરી (ડિપ્લોમેટિક) સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી અને ચાન્સેલર મર્ઝે ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેઓએ ઉચ્ચ-સ્તરીય આપ-લેમાં સતત વેગ નોંધ્યો હતો અને વેપાર અને રોકાણ, અદ્યતન ટેકનોલોજી, સ્વચ્છ ઊર્જા, સંરક્ષણ, શિક્ષણ અને ટેલેન્ટ મોબિલિટી સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાની તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે નજીકથી કામ કરવાનું ચાલુ રાખવા સંમતિ દર્શાવી હતી.

SM/IJ/JD