પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન યુગાન્ડા પ્રજાસત્તાકના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ જેસિકા રોઝ એપેલ અલુપો સાથે એક ઉષ્માભરી અને ઉત્પાદક દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
બંને નેતાઓએ ભારત અને યુગાન્ડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે ટેકનોલોજી ભાગીદારી, ક્ષમતા નિર્માણ, જ્ઞાનનું આદાનપ્રદાન, રોકાણ સુવિધા અને ખાનગી ક્ષેત્રના સહયોગ દ્વારા મુખ્ય પ્રાથમિકતા વાળા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારત અને યુગાન્ડા વચ્ચેની વિકાસ ભાગીદારી બંને દેશો માટે શક્તિનો સ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ પરિવર્તિત અને સમૃદ્ધ યુગાન્ડા માટેના યુગાન્ડાના ‘વિઝન 2040’ માટે ભારતના સમર્થનની પુનઃપુષ્ટિ કરી હતી. બંને નેતાઓએ એ પણ ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશોના લોકો વચ્ચેના ગાઢ સંબંધો આ ભાગીદારીને સતત મજબૂતી પ્રદાન કરી રહ્યા છે.
બંને નેતાઓએ ગ્લોબલ સાઉથના અવાજને બુલંદ કરવા માટે વધુ ગાઢ દ્વિપક્ષીય જોડાણનું આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સમિટમાં તેમની સહભાગિતા બદલ ઉપરાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો.
SM/BS/JD
Delighted to meet Vice President Jessica Alupo of Uganda on the sidelines of the BRICS Summit. Recalled my memorable visit to Uganda in 2018 and the Kampala Principles that continue to guide India’s engagement with Africa.
— Narendra Modi (@narendramodi) September 13, 2026
We discussed ways to deepen cooperation in healthcare,… pic.twitter.com/Mg6jSsBJrt