Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ, સ્નેહ અને આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના જન્મદિવસ પર દેશભરના લોકો તરફથી મળેલી શુભેચ્છાઓ, સ્નેહ અને આશીર્વાદ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે સ્નેહની દરેક અભિવ્યક્તિ તેમના માટે ખૂબ જ કિંમતી છે અને તેમને લોકોની સેવા કરવા માટે નવી શક્તિ આપે છે. તેમણે દિવસભર સેવા કાર્યમાં રોકાયેલા લોકોની પણ પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ દરેકને ‘વિકસિત ભારત’ બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા હાકલ કરી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

બધા ક્ષેત્રો તરફથી મળેલી શુભેચ્છાઓ, સ્નેહ અને આશીર્વાદ માટે મારો હૃદયપૂર્વક આભાર.

સ્નેહની દરેક અભિવ્યક્તિ મારા માટે ખૂબ જ કિંમતી છે અને મને મારા લોકોની સેવા કરવા માટે નવી શક્તિ આપે છે.

હું દિવસભર સેવા કાર્યમાં રોકાયેલા બધા લોકોની પણ પ્રશંસા કરું છું.

ચાલો આપણે બધા ‘વિકસિત ભારત’ બનાવવા માટે સાથે મળીને કામ કરતા રહીએ.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]