Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના આગર માલવામાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના આગર માલવામાં થયેલી એક દુર્ઘટનાના કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પ્રત્યેક મૃતકના નજીકના સગાને PMNRFમાંથી રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની એક્સગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;

મધ્ય પ્રદેશના આગર માલવામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું. પ્રત્યેક મૃતકના નજીકના સગાને PMNRFમાંથી રૂ. 2 લાખની સહાય રકમ આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi

SM/BS/JD