Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં મહિલા પોલ વોલ્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ બારણિકા એલાંગોવનને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં પોતાની પ્રથમ મેચમાં મહિલા પોલ વોલ્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ બારણિકા એલાંગોવનને અભિનંદન પાઠવ્યા હતા અને તેને ભારત માટે એક ખાસ છલાંગ અને અનુકરણીય મેડલ ગણાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ એક ગર્વની સિદ્ધિ છે જે અન્ય ઘણા યુવા એથ્લેટ્સને આ રમત અપનાવવા માટે પ્રેરણા આપશે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે પોસ્ટ કર્યું:

“એક ખાસ છલાંગ અને ભારત માટે એક અનુકરણીય મેડલ!

એશિયન ગેમ્સમાં પોતાની પ્રથમ મેચમાં મહિલા પોલ વોલ્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ બારણિકા એલાંગોવનને અભિનંદન. એક ગર્વની સિદ્ધિ જે અન્ય ઘણા યુવા એથ્લેટ્સને આ રમત અપનાવવા માટે પ્રેરણા આપશે: PM @narendramodi”

SM/JY/JD