Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં પુરુષોની ગ્રીકો-રોમન 87 કિગ્રા શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સુનિલ કુમારને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પુરુષોની ગ્રીકો-રોમન 87 કિગ્રા શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સુનિલ કુમારને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સુનિલ કુમારે 2022 ના પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું અને શાનદાર વિજય સાથે મેડલ મેળવ્યો છે.

શ્રી મોદીએ  આ પ્રદર્શનને ભારતીય કુસ્તી માટે ગર્વની ક્ષણ ગણાવી અને સુનિલ કુમાર દેશને ગૌરવ અપાવતા રહે અને વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું કે;

“એશિયન ગેમ્સમાં સુનિલ કુમારને કાંસ્ય ચંદ્રક!

તેણે પુરુષોની ગ્રીકો-રોમન 87 કિગ્રા સ્પર્ધામાં શાનદાર વિજય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો, અને 2022 ના પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું.

અભિનંદન, સુનિલ! એક શાનદાર પ્રદર્શન અને ભારતીય કુસ્તી માટે ગર્વની ક્ષણ. તે દેશને વધુ ઘણા ગૌરવ અપાવતા રહો તેવી પ્રાર્થના: પ્રધાનમંત્રી @narendramodi”

 

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]