કેનેડાના વિદેશ મંત્રી હિઝ એક્સેલન્સી શ્રીમતી અનિતા આનંદે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને વિદેશ મંત્રી શ્રીમકી અનિતા આનંદે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને વેપાર, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, ઊર્જા, શિક્ષણ, લોકો વચ્ચેના સંબંધો અને બહુપક્ષીય સહયોગ સહિત પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગનો વિસ્તાર કરવાના ચાલુ પ્રયાસો અંગે ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય જોડાણમાં ગતિ જાળવી રાખવા અને વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર વાટાઘાટોના વહેલા નિષ્કર્ષ સહિત તેને અસરકારક પરિણામોમાં પરિવર્તિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમો પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કાર્નીને તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે તેઓ તેમના જોડાણો ચાલુ રાખવા માટે ઉત્સુક છે.
SM/BS/JD