Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્થાપના દિવસ નિમિત્તે નેશનલ સિક્યુરિટી ગાર્ડના જવાનોને શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ના જવાનોને તેમના સ્થાપના દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ સાહસ, ચોકસાઈ અને ફરજ પ્રત્યેની અવિચળ કટિબદ્ધતાનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેમણે નોંધ્યું હતું કે આતંકવાદ સામે તેમની અવિરત જાગૃતિ અને નાગરિકો તથા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિઓનું રક્ષણ કરવાની સજ્જતા અગાધ વિશ્વાસ અને ગૌરવની લાગણી જગાડે છે.

શ્રી મોદીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું;

“નેશનલ સિક્યુરિટી ગાર્ડના જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભકામનાઓ.

તેઓ સાહસ, ચોકસાઈ અને ફરજ પ્રત્યેની અવિચળ કટિબદ્ધતાનું પ્રતીક છે. આતંકવાદ સામે તેમની અવિરત જાગૃતિ અને આપણા દેશવાસીઓ તથા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિઓનું રક્ષણ કરવાની સજ્જતા અગાધ વિશ્વાસ અને ગૌરવની લાગણી ઉત્પન્ન કરે છે.

@nsgblackcats”

SM/NP/JD