Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રદીપ કુમારને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની ડિસ્કસ થ્રો F43/F44/F62/F64 સ્પર્ધામાં પર્સનલ બેસ્ટ (પોતાના શ્રેષ્ઠ) થ્રો સાથે બ્રોન્ઝ મેડલ સર કરવાનો બદલ પ્રદીપ કુમારને અભિનંદન આપ્યા હતા.

પોતાની સીમાઓને વિસ્તૃત કરવાની તેમની પ્રતિબદ્ધતા સાચે જ પ્રશંસનીય છે તે નોંધતા, શ્રી મોદીએ તેમના અભિનંદન અને શુભકામનાઓ પાઠવી.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“પ્રદીપ કુમારે એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની ડિસ્કસ થ્રો F43/F44/F62/F64 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે, સાથે જ પર્સનલ બેસ્ટ થ્રો પણ નોંધાવ્યો છે. પોતાની સીમાઓને વિસ્તૃત કરવાની તેમની પ્રતિબદ્ધતા સાચે જ પ્રશંસનીય છે. અભિનંદન અને શુભકામનાઓ: PM @narendramodi”

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]