Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિનમ્રતા અને સતત શીખવાના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં મર્યાદિત સફળતા મળવા છતાં વિનમ્ર રહેવાના મહત્વ અને સતત શીખતા રહીને આગળ વધવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ ‘X’ (ટ્વિટર) પર લખ્યું;

“खद्योतो द्योतते तावद् यावन्नोदयते शशी।

उदिते तु सहस्रांशौ न खद्योतो न चन्द्रमाः।।”

જ્યાં સુધી ચંદ્ર ઉગતો નથી, ત્યાં સુધી જ આગિયો ચમકતો દેખાય છે. પરંતુ જ્યારે સૂર્યનો ઉદય થાય છે, ત્યારે ન તો આગિયાનો પ્રકાશ દેખાય છે, ન તો ચંદ્ર. તેવી જ રીતે, કોઈ નાની કે મર્યાદિત સિદ્ધિનું મહત્વ ત્યાં સુધી જ હોય ​​છે જ્યાં સુધી તેનાથી કંઈક શ્રેષ્ઠ કે મોટું સામે ન આવે. તેથી, મર્યાદિત સફળતા મળવા પર અહંકારી થવાને બદલે વિનમ્ર રહેવું જોઈએ અને સતત શીખતા રહીને પ્રગતિ કરતા રહેવું જોઈએ.

 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]