Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં ભવ્ય વિજય મેળવવા બદલ પ્રધાનમંત્રીએ સુવર્ણા રાજને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026માં મહિલાઓની ડિસ્કસ થ્રો (ચક્ર ફેંક) F54 સ્પર્ધામાં ભવ્ય વિજય મેળવવા બદલ સુવર્ણા રાજને અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની સફળતા એ તેમની સખત મહેનત, દ્રઢતા અને રમતગમતની ઉત્કૃષ્ટતા પ્રત્યેની અચળ પ્રતિબદ્ધતાનું પરિણામ છે, તેમણે ઉમેર્યું હતું કે ભારત આ શાનદાર વિજયની ઉજવણી કરે છે અને તેમની આગામી પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની ડિસ્કસ થ્રો F54 સ્પર્ધામાં ભવ્ય વિજય મેળવવા બદલ સુવર્ણા રાજને અભિનંદન! તેમની સફળતા એ તેમની સખત મહેનત, દ્રઢતા અને રમતગમતની ઉત્કૃષ્ટતા પ્રત્યેની અચળ પ્રતિબદ્ધતાનું પરિણામ છે. ભારત આ શાનદાર વિજયની ઉજવણી કરે છે. આગામી પ્રયાસો માટે શુભકામનાઓ: PM @narendramodi”

SM/BS/JD