Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ પ્રધાનમંત્રીએ સંદીપ કુમારને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પદાર્પણ કરનાર (ડેબ્યૂટન્ટ) સંદીપ કુમારને પુરુષોની 400 મીટર T64 સ્પર્ધામાં નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતવા બદલ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતનો 100મો મેડલ હોવાના કારણે આ સિદ્ધિ વધુ ખાસ બની ગઈ હતી.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમનું પ્રદર્શન દેશ માટે ગૌરવપૂર્ણ માઇલસ્ટોન છે, અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ ભારતનું નામ રોશન કરવાનું ચાલુ રાખે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“ભારતીય પેરા એથ્લેટિક્સ માટે એક સુવર્ણ ક્ષણ! પુરુષોની 400 મીટર T64 સ્પર્ધામાં નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતવા બદલ સંદીપ કુમારને અભિનંદન. પ્રથમ વખત ભાગ લઈ રહેલા ખેલાડી દ્વારા અદ્ભુત પ્રદર્શન, જે એશિયન પેરા ગેમ્સમાં ભારતના 100મા મેડલ તરીકે વધુ ખાસ બન્યું. તેઓ દેશનું નામ રોશન કરવાનું ચાલુ રાખે: PM @narendramodi”

SM/JY/JD