પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 50m રાઇફલ 3 પોઝિશન્સ SH1 સ્પર્ધામાં નવો વર્લ્ડ રેકોર્ડ અને એશિયન પેરા ગેમ્સ રેકોર્ડ બનાવીને ઐતિહાસિક ગોલ્ડ જીતવા બદલ મોના અગ્રવાલને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય પેરા શૂટર બનવું એ આ સિદ્ધિને વધુ વિશેષ બનાવે છે, અને એવી આશા વ્યક્ત કરી હતી કે તે ભારતનું નામ રોશન કરવાનું યથાવત્ રાખશે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં મોના અગ્રવાલ માટે એક ઐતિહાસિક ગોલ્ડ! નવા વર્લ્ડ રેકોર્ડ અને એશિયન પેરા ગેમ્સ રેકોર્ડ સાથે મહિલાઓની 50m રાઇફલ 3 પોઝિશન્સ SH1 સ્પર્ધા જીતવા બદલ અભિનંદન. આ સ્પર્ધામાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય પેરા શૂટર બનવું આ સિદ્ધિને વધુ વિશેષ બનાવે છે. તે ભારતનું નામ રોશન કરવાનું ચાલુ રાખે: PM @narendramodi”
A historic Gold for Mona Agarwal at the Asian Para Games! Congratulations on winning the Women’s 50m Rifle 3 Positions SH1 event with a new World Record and Asian Para Games Record. Becoming the first Indian para shooter to win a medal in this event makes the achievement even more special. May she continue to make India proud: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]