Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ITBPના જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)ના તમામ જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ITBPના હિમવીરોની તેમની અસાધારણ વીરતા દ્વારા પોતાની અલગ ઓળખ બનાવવા બદલ પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે તેઓ હંમેશાં અદ્ભુત દ્રઢ સંકલ્પ સાથે દરેક પડકારનો સામનો કરવા માટે ઊભા રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની નિઃસ્વાર્થ સેવા અને બલિદાન દેશ માટે અપાર પ્રેરણાનો સ્ત્રોત છે.

પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું:

“તેમના સ્થાપના દિવસ પર ITBPના તમામ જવાનોને શુભેચ્છાઓ. ITBPના હિમવીરોએ તેમની અસાધારણ વીરતા દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી છે. તેઓ હંમેશાં અદ્ભુત દ્રઢ સંકલ્પ સાથે દરેક પડકારનો સામનો કરવા માટે ઊભા રહ્યા છે. તેમની નિઃસ્વાર્થ સેવા અને બલિદાન દેશ માટે અપાર પ્રેરણાનો સ્ત્રોત છે. @ITBP_official”

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]