Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ‘લોહપુરુષ’ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરદાર પટેલે પોતાનું જીવન એક મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ ભારતનું નિર્માણ કરવા માટે સમર્પિત કર્યું હતું—આ એક એવો વારસો છે જે વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાના વર્તમાન પ્રયાસોમાં  પ્રેરણા પૂરી પાડે છે.

પ્રધાનમંત્રીએ ‘X’ (ટ્વિટર) પર પોસ્ટ કર્યું:

“અખંડ ભારતના શિલ્પી, ભારતના ‘લોહપુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર હાર્દિક શ્રદ્ધાંજલિ. તેમણે પોતાનું જીવન એક મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ ભારતનું નિર્માણ કરવા માટે સમર્પિત કર્યું હતું. ‘મા ભારતી’ની સેવામાં તેમના બલિદાન અને સમર્પણ, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાના લક્ષ્ય માટે પ્રેરણાના એક મહાન સ્ત્રોત સમાન છે.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]