Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતની સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં સૌર ઊર્જાની ભૂમિકા પરનો એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને મિ. માઇક બ્લૂમબર્ગનો એક લેખ શેર કર્યો છે, જેમાં દેશની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં સૌર ઊર્જા વધતી ભૂમિકા ભજવી રહી છે તેની સાથે ભારતનું સ્વચ્છ ઊર્જા સંક્રમણ કેવી રીતે વેગ પકડી રહ્યું છે તે દર્શાવવામાં આવ્યું છે. શ્રી મોદીએ નોંધ્યું કે આ લેખ અક્ષય ઊર્જાના વિકાસ, રૂફટોપ સોલારના વિસ્તરણ અને સ્ટોરેજ તથા ટ્રાન્સમિશનમાં રોકાણ પર પ્રકાશ પાડે છે. અને આ ફેરફાર કેવી રીતે વીજળીના બિલ ઘટાડવામાં, નોકરીઓ ઊભી કરવામાં અને ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યો છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;

દેશની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં સૌર ઊર્જા વધતી ભૂમિકા ભજવી રહી છે તેની સાથે ભારતનું સ્વચ્છ ઊર્જા સંક્રમણ વેગ પકડી રહ્યું છે.

@MikeBloomberg અને કેન્દ્રીય મંત્રી શ્રી @JoshiPralhad અક્ષય ઊર્જાના વિકાસ, રૂફટોપ સોલારના વિસ્તરણ અને સ્ટોરેજ તથા ટ્રાન્સમિશનમાં રોકાણ વિશે લખે છે.

તેઓ પ્રકાશ પાડે છે કે આ ફેરફાર કેવી રીતે વીજળીના બિલ ઘટાડવામાં, નોકરીઓ ઊભી કરવામાં અને ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યો છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]