Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અન્યના કલ્યાણ માટે ઉમદા વ્યક્તિઓના નિઃસ્વાર્થ સમર્પણને ઉજાગર કરતું એક સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. તેમાં વર્ણવવામાં આવ્યું છે કે કેવી રીતે ઉમદા લોકો અન્યના કલ્યાણ માટે સતત સમર્પિત રહે છે; તેઓ કોઈપણ અપેક્ષા રાખ્યા વિના નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરે છે . તેઓ  તેજસ્વી રત્નોની સમાન હોય છે, જે સ્વાભાવિક રીતે જ પોતાનો પ્રકાશ ફેલાવે છે.

પ્રધાનમંત્રીએ ‘X’ (ટ્વિટર) પર લખ્યું:

“अपेक्षन्ते न च स्नेहं न पात्रं न दशान्तरम्।
सदा लोकहिते युक्ता रत्नदीपा इवोत्तमाः।।”

સદ્ગુણી લોકો હંમેશાં અન્યોના કલ્યાણ માટે સમર્પિત હોય છે. તેમના નિઃસ્વાર્થ પ્રયાસોમાં, તેઓ બદલામાં કોઈ સ્નેહની અપેક્ષા રાખતા નથી; તેમ જ, તેઓ એ બાબતની પણ પરવા કરતા નથી કે મદદ મેળવનાર વ્યક્તિ તેમની સહાયને પાત્ર છે કે નહીં, અથવા તે સમયે સંજોગો કેવા છે. તેઓ દિવ્ય રત્નો સમાન હોય છે, જે સ્વયં પોતાનો પ્રકાશ ફેલાવે છે.

 

SM/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]