પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મનિલામાં 23મા ભારત-આસિયાન શિખર સંમેલન અને 21મા પૂર્વ એશિયા શિખર સંમેલનની બાજુમાં સિંગાપુરના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લોરેન્સ વૉંગ સાથે મુલાકાત કરી હતી.
નેતાઓએ સપ્ટેમ્બર 2025 માં પ્રધાનમંત્રી વૉંગની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન અપનાવવામાં આવેલ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપ હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી, અને આર્થિક સહયોગ, કૌશલ્ય વિકાસ, ડિજિટાઇઝેશન, ટકાઉપણાં, કનેક્ટિવિટી, આરોગ્યસંભાળ અને દવા, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ, તથા લોકો-થી-લોકોના અને સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિતના આઠ પ્રાથમિકતાવાળા ક્ષેત્રો પર આગળ વધવાની દિશામાં ચર્ચા કરી હતી. નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમો પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ સિંગાપુરની આગામી આસિયાન અધ્યક્ષતા માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પ્રધાનમંત્રી વૉંગને તેની સફળતા માટે ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
SM/DK/JD