ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
મંચ પર ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભાવો, અહીં આટલી વિશાળ સંખ્યામાં પધારેલા બિહારના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. હું અહીં મુખ્યમંત્રીજીનો અને એનડીએ (NDA)ના તમામ નેતાઓનો આભાર વ્યક્ત કરું છું, કે મને આપ સૌની વચ્ચેથી પસાર થવાનો મોકો મળ્યો, આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો, આપ સૌને પ્રણામ કરવાનો અવસર મળ્યો. આટલો વિશાળ જનસમુદાય, હું નથી માનતો કે આ કેમેરામાં કેદ થઈ શકશે. આટલો મોટો જનસમુદાય. વિકાસ પ્રત્યે જાગૃતિનો આ જીવતો-જાગતો પુરાવો છે.
સાથીઓ,
લોક આસ્થાનું મહાપર્વ છઠ હમણાં જ સંપન્ન થયું છે. આપણી માતાઓ અને બહેનોએ કઠિન નિર્જળા વ્રત કરીને, પરિવાર, સમાજ અને જગતના કલ્યાણની કામના કરી છે. હવે છઠી મૈયાના આશીર્વાદથી આપણે અહીં વિકાસનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ.
સાથીઓ,
બિહારની આ વિકાસ યાત્રામાં આપણે ‘સૌનો સાથ – સૌનો વિકાસ‘ નો મંત્ર લઈને આગળ વધ્યા છીએ. આપણે લોકશાહીની તાકાતને જનકલ્યાણનું માધ્યમ બનાવ્યું છે. અને એટલા માટે આજે આપણે એનડીએ સરકાર, આ કાર્યકાળનું એક વર્ષ પૂરું કરી રહી છે. તો આ આયોજન માટે આ લોકશાહીની મહાન ધરતી વૈશાલીને પસંદ કરવામાં આવી છે. હું આ અવસરે વૈશાલી અને બિહારની માટીને નમન કરું છું. હું એનડીએના તમામ ઘટક પક્ષોને, લાખો કાર્યકરોને અને તમામ બિહારવાસીઓને શુભકામનાઓ પાઠવું છું.
સાથીઓ,
લગભગ 3 દાયકા પહેલાં બિહારે આશા અને વિશ્વાસનો નવો માર્ગ પસંદ કર્યો હતો. જે બિહારે દાયકાઓ સુધી બદહાલી સહન કરવી પડી, તેને આદરણીય નીતીશજીના નેતૃત્વમાં સુશાસનનો નવો ભરોસો મળ્યો. નીતીશજીએ આટલા વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે બિહારની સેવા કરી છે. હવે નીતીશજીના આશીર્વાદથી આ અભિયાનને સમ્રાટ ચૌધરીજી અને તેમની આખી ટીમ આગળ વધારી રહી છે. આ જ ક્રમમાં, આજે અહીં પણ હજારો કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. અને મને પૂરો ભરોસો છે, મારા મિત્ર રામવિલાસજીનો આત્મા જ્યાં પણ હશે, તે અત્યારે આપણને, તે આપણા પર ફૂલોની વર્ષા કરતી હશે કારણ કે તેમના સપનાઓને પણ આપણે સાકાર કરી રહ્યા છીએ.
સાથીઓ,
ગંગા મૈયા પર બનેલા દરગાહ-બિદુપુર 6-લેન કેબલ બ્રિજને જનતાને સમર્પિત કરવામાં આવ્યો છે. આ આધુનિક બ્રિજનું નામ આદરણીય નીતીશજીના સન્માનમાં, ‘નીતીશ સેતુ’ રાખવામાં આવ્યું છે. આ તેમના સેવા સમર્પણનું બિહારવાસીઓ તરફથી થઈ રહેલું સન્માનનું પ્રતિક છે. આ પુલથી પટના અને વૈશાલી વચ્ચેનું અંતર અને મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ છે. હવે પાક, ફળ અને શાકભાજી, દૂધ-દહીંને મોટા બજારો સુધી પહોંચાડવાનું સરળ બની જશે. અહીંના યુવાનોને અભ્યાસમાં, વડીલોને દવાઓમાં ઘણી સરળતા થઈ જશે.
સાથીઓ,
બિહારમાં ઝડપથી આધુનિક રસ્તાઓનું નેટવર્ક પણ તેજ ગતિથી તૈયાર થઈ રહ્યું છે. આજે ઔરંગાબાદ-ચોરદાહા 6-લેન હાઈવેનું લોકાર્પણ થયું છે.
સાથીઓ,
તમારા પ્રેમ માટે હું તમારો ખૂબ-ખૂબ આભારી છું. મારે આગળના કાર્યક્રમ માટે ઉત્તર પ્રદેશ પહોંચવાનું છે. તમારો પ્રેમ મારા માથે ચઢાવીને રાખીશ. મારી પાસે ખૂબ ઓછો સમય છે, વાત આજે પૂરી કરવી પડશે. પરંતુ હું આભાર વ્યક્ત કરું છું. હું આજે જોઈ રહ્યો હતો, જે નવયુવાનોને મેં આજે જોયા આ કાર્યક્રમમાં, તે ખરેખર મનને પ્રસન્ન કરનારું હતું. મારા દેશના, મારા બિહારના નવયુવાનો, જેમને વિકાસનું મહત્વ શું હોય છે, તેની પૂરી-પૂરી સમજ છે અને એટલા માટે આટલો ઉત્સાહ, ઉમંગ, મને નવયુવાનોમાં નજર આવી રહ્યો છે.
સાથીઓ,
આજે અનેક હાઈવે પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આ પરિયોજનાઓ પર સેંકડો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
સાથીઓ,
માર્ગ નેટવર્કની સાથે-સાથે, આજે બિહારમાં ઊર્જા અને શહેરી વિકાસની તસવીર પણ ઝડપથી બદલાઈ રહી છે. આ જ દિશામાં, બક્સર થર્મલ પાવર પ્લાન્ટનું નિર્માણ, પીરપૈંતી થર્મલ પાવર પ્લાન્ટની ટ્રાન્સમિશન સિસ્ટમનો શિલાન્યાસ, ફુલવરિયા બંધ, તેના પર સૌર ઊર્જા પ્લાન્ટ, જેવા મોટા-મોટા કામો પણ થયા છે. એક સમય હતો જ્યારે બિહારમાં હજારો ગામોમાં વીજળી નહોતી પહોંચી, આજે એ જ મારું બિહાર વીજળી ઉત્પાદનનું મોટું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે.
ભાઈઓ-બહેનો,
આજે શહેરી પરિવહનને સુવિધાજનક બનાવવા માટે 100 આધુનિક પીએમ-ઈ-બસોને પણ લીલી ઝંડી બતાવવામાં આવી છે. સાથે જ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આજે હજારો ગરીબ પરિવારોને તેમના પાકા ઘરોની ચાવી પણ સોંપવામાં આવી છે. હું આ તમામ વિકાસ કાર્યો માટે બિહારના લોકોને અભિનંદન આપું છું.
સાથીઓ,
આપણું બિહાર એક લાંબી યાત્રા કરીને આજે અહીં સુધી પહોંચ્યું છે. નહીંતર, તમે યાદ કરો, એનડીએનું શાસન આવ્યા પહેલાંનો સમય કેવો હતો? ત્યારે ગણતરી કૌભાંડોની થતી હતી. પરંતુ આજે બિહારમાં થઈ રહેલા રોકાણના આંકડા રજૂ કરવામાં આવે છે. ત્યારે આંકડા અપરાધોના આવતા હતા. હવે અપરાધીઓ પર કાર્યવાહીની વાત આવે છે ચર્ચામાં. એનડીએના શાસનકાળમાં વિકાસની હરીફાઈ દેખાય છે. ઉત્તર બિહાર હોય, નાલંદા-ગયાજી હોય, શાહાબાદ-કૈમૂર હોય, કે રાજધાની પટના, દરેક વિસ્તારમાં વિકાસની નવી ગાથા લખાઈ રહી છે.
સાથીઓ,
ડબલ એન્જિન સરકારમાં બિહારના વિકાસની ગતિ શું છે, છેલ્લા એક વર્ષમાં થયેલા કામો પણ તેના ઉદાહરણ છે. તમે જુઓ, એનડીએ સરકારમાં બિહારમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ કરારો કરવામાં આવ્યા છે. ગયાજીમાં 6 હજાર કરોડ રૂપિયાની સ્ટીલ પરિયોજના પર કામ શરૂ થઈ રહ્યું છે. મોતિહારી સહિત બંધ પડેલી ખાંડની મિલોને ફરીથી શરૂ કરવા માટે નવી શેરડી પ્રોત્સાહન નીતિ લાવવામાં આવી છે. ખેડૂતો માટે દરેક ખેતર સુધી પાણી પહોંચાડવા માટે 11 હજાર નવા ટ્યુબવેલ લગાવવાની પહેલ થઈ છે. સિંચાઈ માટે 12 કલાક વીજળી સુનિશ્ચિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. એક વર્ષમાં 200 થી વધુ નવી ડિગ્રી કૉલેજો શરૂ થઈ છે. આપણી દીકરીઓ માટે “મા સીતા મહિલા વિશ્વવિદ્યાલય” ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. બિહારના વિકાસની આ યાદી એટલી લાંબી છે કે, તેને કોઈ એક મંચ પરથી ગણાવી ન શકાય. બિહારના વિકાસને અહીં આવીને જ અનુભવી શકાય છે.
સાથીઓ,
જ્યારે સાફ નિયતથી કામ થાય છે, ત્યારે પરિણામો પણ દેખાય છે. જે દેશમાં કોંગ્રેસ દાયકાઓ સુધી ગરીબી હટાવોના નારા લગાવતી રહી, ગરીબોને ગેરમાર્ગે દોરતી રહી, મત લૂંટતી રહી, ત્યાં 12 વર્ષની અંદર-અંદર, આપણે 50 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. આ સરકારની ઈચ્છાશક્તિનું પરિણામ છે, આ સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓનું પરિણામ છે.
સાથીઓ,
ગરીબી સામે દેશ આ લડાઈ એટલા માટે જીતી રહ્યો છે, કારણ કે, આપણે કરોડો ગરીબોના જીવનને સરળ બનાવવા, તેમને સુવિધાઓ આપવાને પ્રાથમિકતા આપી છે. આપણે 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું, કરોડો પરિવારોને પાકું મકાન આપીને તેમને સુરક્ષાનો ભાવ આપ્યો, મફત સારવારની ખાતરી આપીને મોંઘી સારવારના બોજમાંથી મુક્ત કર્યા છે. આપણે શૌચાલય, વીજળી અને પાણી પહોંચાડીને કરોડો-કરોડો ગરીબોને સન્માનપૂર્ણ જીવન આપ્યું છે. તેના કારણે જે ગરીબ હતો, તેનામાં પણ એક આત્મવિશ્વાસ જાગ્યો, અને તે ગરીબીને હરાવીને આગળ વધ્યો છે.
સાથીઓ,
ગરીબી સામેના અભિયાનમાં ખૂબ મોટું યોગદાન આપણા બિહારનું છે. વીતેલા વર્ષોમાં ડબલ એન્જિન સરકારે પૂરી મહેનતથી અહીં કામ કર્યું છે. કેન્દ્ર સરકારે યોજનાઓ બનાવી છે. રાજ્યમાં એનડીએ સરકારે તેને લાગુ કરી છે. જનકલ્યાણની યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડી છે. તમે જુઓ, અહીં બિહારમાં 43 લાખ પરિવારોને પાકા મકાન મળ્યા છે. હમણાં ઓગસ્ટમાં જ, 11 લાખ વધુ ઘરોને મંજૂરી આપવામાં આવી છે. બિહારના લગભગ 75 લાખ ખેડૂતોના ખાતામાં હજારો કરોડ રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિના મોકલવામાં આવ્યા છે. સરકારે સ્વસહાય જૂથને જે સહયોગ આપ્યો, તેણે અહીં 50 લાખ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવી દીધી છે. આવા જ પ્રયાસોનું પરિણામ છે, આજે બિહારના કરોડો લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે, અને, દેશ પણ આ સફળતા સુધી પહોંચ્યો છે.
સાથીઓ,
હવે આપણે ન અટકવાનું છે, ન થાકવાનું છે, એનડીએના તમામ ઘટક પક્ષોએ સાથે મળીને, સમર્થ, સમૃદ્ધ અને આત્મનિર્ભર બિહાર બનાવવા માટે સતત કામ કરવાનું છે. આ જ સંકલ્પ સાથે, ફરી એકવાર આપ સૌને આ અભૂતપૂર્વ વિકાસ યાત્રા માટે હું ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ખૂબ-ખૂબ આભાર!
SM/IJ/JD
We are building a Bihar that is stronger, more prosperous and full of opportunities. https://t.co/vvTCLn7Y8o
— Narendra Modi (@narendramodi) November 21, 2026
गंगा मैया पर बने दरगाह-बिदुपुर छह-लेन केबल ब्रिज को जनता के लिए समर्पित किया गया है। इस आधुनिक ब्रिज का नाम आदरणीय नीतीश जी के सम्मान में...‘नीतीश सेतु’ रखा गया है: PM @narendramodi in Vaishali, Bihar
— PMO India (@PMOIndia) November 21, 2026
हमने करोड़ों गरीबों के जीवन को आसान बनाने, उन्हें सुविधाएं देने को प्राथमिकता दी है: PM @narendramodi in Vaishali, Bihar
— PMO India (@PMOIndia) November 21, 2026