Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પરિણામોની યાદી: નેપાળના પ્રધાનમંત્રીની ભારતની રાજકીય મુલાકાત

પરિણામોની યાદી: નેપાળના પ્રધાનમંત્રીની ભારતની રાજકીય મુલાકાત


ઉદ્ઘાટન / શિલાન્યાસ / પરિયોજના લોકાર્પણ:

અયોધ્યા અને જનકપુર વચ્ચે સરયૂ-કમલા એક્સપ્રેસ રેલ સેવાનો શુભારંભ.

બનબાસા ખાતે નવા ICPનો શિલાન્યાસ અને ભૈરહવા, સુનૌલી તથા દોધારા ચાંદની ખાતે ICPના નિર્માણ કાર્યમાં પ્રગતિ.

ધારચુલા (ભારત) અને દારચુલા (નેપાળ) વચ્ચે નવા સરહદ પારના મોટરેબલ પુલનું ઉદ્ઘાટન.

લોઅર અરુણ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (669 MW) માટે શિલાન્યાસ.

મોતિહારી-અમલેખગંજ ઓઇલ પાઇપલાઇન (MAPL)ના તબક્કા IIનું લોકાર્પણ.

સૂચિત સિલિગુડી-ઝાપા પેટ્રોલિયમ પાઇપલાઇનના ઝાપા પેટ્રોલિયમ ટર્મિનલનો શિલાન્યાસ.

જાહેરાતો:

નેપાળના પુનઃનિર્માણ અને લાંબા ગાળાના વિકાસને ટેકો આપવા માટે રૂ. 15,000 કરોડ (NPR 24,000 કરોડ)નું વિકાસ સહકાર પેકેજ.

નેપાળના ટ્રાન્ઝિટ કાર્ગો માટે વધારાના ભારતીય બંદરો સુધી પહોંચ — દીનદયાળ બંદર (કંડલા, ગુજરાત) અને પારાદીપ બંદર (ઓડિશા).

નેપાળના ચિતવનમાં એગ્રો-ઇન્ડસ્ટ્રિયલ પાર્કની સ્થાપના.

નેપાળમાં ઓફ-શોર IIT કેમ્પસની સ્થાપના.

સૂચિત રક્સૌલ-કાઠમંડુ ઇલેક્ટ્રિફાઇડ બ્રોડ-ગેજ રેલવે લાઇન માટે ફાઇનલ લોકેશન સર્વેને અંતિમ સ્વરૂપ.

સમજૂતી કરારો (MoUs):

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત, ભારત અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ, નેપાળ પોલીસ વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે સમજૂતી કરાર કરાર.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ભારત અને નેશનલ પોલીસ એકેડેમી (NPA), નેપાળ વચ્ચે કરાર.

નેપાળના સિવિલ સર્વન્ટ્સ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ પર નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ, વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ, ભારત સરકાર અને નેપાળ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ, ફેડરલ અફેર્સ અને જનરલ એડમિનિસ્ટ્રેશન મંત્રાલય, નેપાળ સરકાર વચ્ચે કરાર.

આયુર્વેદ અને અન્ય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના ક્ષેત્રમાં સહયોગ પર ભારત સરકાર અને નેપાળ સરકાર વચ્ચે સમજૂતી કરાર

દક્ષિણ એશિયા ઉપગ્રહના ઉપયોગ માટે સેટેલાઇટ કોમ્યુનિકેશન (SATCOM) નેટવર્કની સ્થાપના પર ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO), ભારત સરકાર અને માહિતી અને સંચાર મંત્રાલય (MOIC), નેપાળ સરકાર વચ્ચે સમજૂતી કરાર.

ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રમાં તકનીકી સહયોગ પર ભારત સરકાર અને નેપાળ સરકાર વચ્ચે સમજૂતી કરાર.

આરોગ્ય અને દવાના ક્ષેત્રમાં સહયોગ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા મંત્રાલય, નેપાળ સરકાર વચ્ચે કરાર.

પશુધન અને મત્સ્યોદ્યોગ વિકાસના ક્ષેત્રમાં સહયોગ પર ભારત સરકાર અને નેપાળ સરકાર વચ્ચે સમજૂતી કરાર.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]