Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર તરફથી ટેલિફોન કોલ પ્રાપ્ત થયો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર, મહામહિમ ફ્રેડરિક મર્ઝ તરફથી ટેલિફોન કોલ પ્રાપ્ત થયો હતો.

બંને નેતાઓએ ભારત–જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને દ્વિપક્ષીય જોડાણોમાં સતત પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો. ભારત અને જર્મની આ વર્ષે રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા હોવાથી, નેતાઓએ સંરક્ષણ અને અદ્યતન ટેકનોલોજી સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે નોંધ્યું કે ભારત–EU મુક્ત વેપાર કરાર દ્વિપક્ષીય વેપાર અને રોકાણના વિસ્તરણ માટે ઘણી નવી તકો ખોલશે.

નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમો પર વિચારોનું આદાન–પ્રદાન કર્યું. તેઓ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને નિયમ–આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને નજીકથી કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા. તેમણે સમકાલીન વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે બહુપક્ષીય મંચો પર સતત સહયોગના મહત્વ પર પણ ભાર મૂક્યો.

SM/DK/JD