Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ભીલવાડા રાજસ્થાનના શ્રી બલવંત કુમાવતને મળ્યા

પ્રધાનમંત્રી ભીલવાડા રાજસ્થાનના શ્રી બલવંત કુમાવતને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ઓગસ્ટ, 2015ના રોજ ભીલવાડા, રાજસ્થાનના શ્રી બલવંત કુમાવતને મળ્યા.

બે વર્ષ પહેલા શ્રી કુમાવતે ઊંડી ઈચ્છા વ્યક્ત કરી હતી કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને. તેમણે “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી” સાથે મુલાકાત ન થવા સુધી બૂટ-ચપ્પલ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારથી તેઓ ખુલ્લા પગે રહેતા હતા.

પ્રધાનમંત્રીને મળ્યા બાદ તેમણે ફૂટવેર પહેરવાનું ચાલુ કર્યું. પ્રધાનમંત્રીએ શ્રી કુમાવાતને રાષ્ટ્ર નિર્માણના સકારાત્મક કાર્યમાં ઉર્જા લગાવવાની સલાહ આપી. તેમણે શ્રી કુમાવાતને આગ્રહ કર્યો કે તેઓ એવી કોઈ પ્રતિજ્ઞા ન લે જેનાથી શરીરને તકલીફ પડે.

J.Khunt/PIB Ahmedabad